અમેરિકા અને ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર આ દિવસે થશે! મોટો કરાયો દાવો

US Iran Peace Deal

US Iran Peace Deal : મિડલ ઈસ્ટ (પશ્ચિમ એશિયા) માં છેલ્લા ૧૦૦ કરતાં વધુ દિવસોથી ચાલી રહેલા ભયંકર યુદ્ધ અને વૈશ્વિક ઊર્જા કટોકટીનો અંત લાવવા માટે એક ક્રાંતિકારી અને ઐતિહાસિક સફળતા મળી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ ‘શાંતિ કરાર’ (Peace Deal) પર હસ્તાક્ષર થવા જઈ રહ્યા છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતેથી આ અંગે સત્તાવાર આત્મવિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું છે કે, બંને દેશો વચ્ચે યુદ્ધના અંત માટે મોટો પતાવટ કરાર (Settlement) થઈ ચૂક્યો છે અને હવે માત્ર અંતિમ દસ્તાવેજોની કાગળની કાર્યવાહી જ બાકી રહી છે.

US Iran Peace Deal : 60 દિવસનો સીઝફાયર અને હોર્મુઝ સ્ટ્રેટ ખુલશે

આજતક અને આંતરરાષ્ટ્રીય મીડિયાના અહેવાલો અનુસાર, મધ્યસ્થી દેશો (પાકિસ્તાન, ઓમાન અને કતાર) ની ભારે મહેનત બાદ તૈયાર થયેલા આ ડ્રાફ્ટ કરાર મુજબ, ઈરાન વૈશ્વિક વેપાર માટે સૌથી સંવેદનશીલ ગણાતો ‘હોર્મુઝ સ્ટ્રેટની’ (Strait of Hormuz) નો દરિયાઈ માર્ગ તાત્કાલિક અસરથી વ્યાપારી જહાજો માટે ખુલ્લો મૂકશે. આના બદલામાં અમેરિકા પણ ઈરાન પર લાદવામાં આવેલી આર્થિક નાકાબંધી અને ઓઈલ નિકાસ પરના પ્રતિબંધો હટાવી લેશે. આ સાથે જ બંને દેશો વચ્ચે આગામી ૬૦ દિવસ માટે સત્તાવાર યુદ્ધવિરામ (Truce) લંબાવવામાં આવશે, જેથી ભવિષ્યમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર શાંતિપૂર્ણ વાટાઘાટો થઈ શકે.

પાકિસ્તાને સોશિયલ મીડિયા પર કર્યો દાવો

આ કરારને લઈને પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફે સોશિયલ મીડિયા પર દાવો કર્યો છે કે આગામી ૨૪ કલાકમાં જ આ ઐતિહાસિક શાંતિ કરાર પર ઇલેક્ટ્રોનિક હસ્તાક્ષર થઈ શકે છે. જો કે, ઈરાનના વિદેશ મંત્રાલયે આ ચોક્કસ ટાઈમલાઈનને નકારી કાઢતા સાવચેતીભર્યું વલણ અપનાવ્યું છે. તેહરાન સરકારનું કહેવું છે કે ડ્રાફ્ટ તૈયાર છે પરંતુ ઈરાનની સર્વોચ્ચ નિર્ણય લેતી સંસ્થાઓ અને નેતૃત્વની આખરી મંજૂરી બાદ જ સ્વિટ્ઝરલેન્ડના જીનીવા ખાતે આ ડીલ સાઈન કરવામાં આવશે. આ કરારથી વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઈલના ભાવોમાં મોટો ઘટાડો થવાની સંભાવના છે.

આ પણ વાંચો:  ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈને આ તારીખે કરાશે સુપર્દ-એ-ખાક, સત્તાવાર કરાઇ જાહેરાત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *