મહેમદાવાદ સરકારી હોસ્પિટલ માત્ર ‘શોભાના ગાંઠિયા સમાન! સાધનોનો અભાવ કે ડોક્ટરોની આળસ? વીડિયોએ તંત્રની પોલ ખોલી

Mehmedabad Hospital Viral Reel

Mehmedabad Hospital Viral Reel : રાજ્ય સરકાર સામાન્ય જનતાને શ્રેષ્ઠ અને મફત આરોગ્ય સેવાઓ આપવા માટે દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ અને યોજનાઓ પાછળ ખર્ચે છે. પરંતુ ખેડા જિલ્લાની મહેમદાવાદ સરકારી હોસ્પિટલ (CHC) માં આ આખી વ્યવસ્થા માત્ર કાગળ પર જ સીમિત હોય તેવું ચિત્ર ઊભું થયું છે. હાલમાં સોશિયલ મીડિયા પર આ મસમોટી હોસ્પિટલની અંધેર નગરી બતાવતી એક વીડિયો રીલ (Video Reel) જોરદાર વાયરલ થઈ રહી છે, જે સવાલ ઉઠાવે છે કે કરોડોના ખર્ચે બનેલી આ હોસ્પિટલમાં સાધનોનો જ સદંતર અભાવ છે કે પછી રેસિડેન્ટ ડોક્ટરો અને સ્ટાફને કામ જ કરવું નથી?

રાત્રે સ્ટાફ ગાયબ: ગરીબ દર્દીઓને ખાનગીમાં ધકેલવાનું વ્યવસ્થિત નેટવર્ક? 

મહેમદાવાદના સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર , રાત્રિના સમયમાં હોસ્પિટલની હાલત કફોડી બની જાય છે. કોઈ ઈમરજન્સી કેસ આવે ત્યારે ફરજ પર કોઈ જવાબદાર સ્ટાફ કે ડોક્ટર હાજર હોતા નથી એવો આક્ષેપ સ્થાનિક લોકો લગાવી રહ્યા છે. દર્દીઓને કેસ હેન્ડલ કરવાના બદલે સીધા જ ‘ખાનગી હોસ્પિટલ’ માં રેફર થઈ જવાની જ કાયમી સલાહ આપવામાં આવે છે. સ્થાનિકોમાં ચર્ચા છે કે સરકારી સ્ટાફની ખાનગી હોસ્પિટલો સાથે  ની મોટી સાંઠગાંઠના  ચાલી રહી છે. વળી, હોસ્પિટલનો સ્ટાફ સારવાર આપવાના બદલે દર્દીઓની સાથે અત્યંત ઉદ્ધતાઈભર્યું અને દાદાગીરીભર્યું વર્તન કરીને તેમને હડધૂત કરતો હોવાના આક્ષેપ લાગ્યા છે.

નવી બિલ્ડિંગ પણ જુની જ માનસિકતા: અધિકારીઓ દ્વારા ડોક્ટરોનો બચાવ 

એક સ્થાનીય નાગરિકે નામ ન આપવાની શરતે ભારે આક્રોશ સાથે જણાવ્યું કે, “હોસ્પિટલની માત્ર નવી ચમકતી બિલ્ડિંગ જ બની છે, બાકી અંદર દર્દીઓની હાલત અને દુર્દશા પહેલા જેવી જ ખરાબ છે.” આ ગંભીર બેદરકારી અંગે જ્યારે ઉચ્ચ સીએચસી (CHC) અધિકારીઓ સમક્ષ રજૂઆતો કરવામાં આવે છે, ત્યારે તે તંત્રની ખામીઓ સુધારવાના બદલે  આળસુ ડોક્ટરો અને કર્મચારીઓનો બચાવ કરતા નજરે પડે છે. સરકારી કર્મચારીઓની આ કાયમી આળસ અને આંખ આડા કાન કરવાની વૃત્તિના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો મધ્યરાત્રિએ લાચાર બનીને ખાનગી હોસ્પિટલોમાં જવા મજબૂર બન્યા છે.

તંત્ર સામે ઉઠી વ્યાપક લોક માંગ [Public Demand for Strict Action]

સ્થાનિક નાગરિકોના જણાવ્યા અનુસાર, રાજ્યની ભાજપ સરકાર આરોગ્ય ક્ષેત્રે ખૂબ જ પ્રશંસનીય અને સરસ કામગીરી કરી રહી છે અને કરોડોનું બજેટ ફાળવે છે, પરંતુ ગ્રાઉન્ડ લેવલ પર બેઠેલા જવાબદાર ડોક્ટરો અને વહીવટી સ્ટાફ પોતાની ફરજ પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યા છે. આ સરકારી સ્ટાફની ઘોર બેદરકારીને કારણે સરકારની છબી ખરડાઈ રહી હોવાની લોક ફરિયાદ ઉઠી છે. મહેમદાવાદની જનતાની હવે એક જ માંગ છે કે ઉચ્ચ આરોગ્ય વિભાગ અને રાજ્ય સરકાર આ કાળા કારોબાર સામે સત્વરે તપાસ સમિતિ નીમે અને કસૂરવાર સ્ટાફ સામે વહેલી તકે કડક શિક્ષાત્મક પગલાં ભરે.

આ પણ વાંચો: અમદાવાદને મળશે 300 ફૂટનો નવો આઉટર રિંગ રોડ, 9 ગામોને થશે મોટો ફાયદો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *