ગુજરાતના નાણા પ્રધાન કનુ દેસાઈ એ 2025-26નું બજેટ રજૂ કરવું એ મહત્વપૂર્ણ છે, અને આ વર્ષે બજેટનું કદ 3 લાખ 70 હજાર 250 કરોડ રૂપિયા હતું. તેમની આ પ્રશંસનીય ઉપલબ્ધિ એ સિદ્ધિ દર્શાવે છે કે ગુજરાતની સરકાર નાણાકીય દૃષ્ટિએ દૃઢ છે અને સુશાસન માટે પ્રતિબદ્ધ છે.
કનુ દેસાઈ –ગુજરાતની રાજકોષીય ખાદ્ય અને જાહેર દેવું રાષ્ટ્રીય સ્તરે ન્યૂનતમ પૈકી રાખવા સાથે ગુજરાતે સતત ઊંચો આર્થિક વિકાસ દર જાળવી રાખેલ છે.
દેશમાં ગુજરાત માથાદીઠ આવકમાં અને રોજગારી આપવા અગ્રેસર છે.
ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન છે.
જમીનના માત્ર ૬% અને કુલ વસ્તીના માત્ર ૫% હિસ્સો ધરાવતું ગુજરાત દેશના કુલ જી.ડી.પી.માં ૮.૩%નું યોગદાન આપે છે.
અમારા સતત પ્રયાસો થકી આ યોગદાન વર્ષ ૨૦૩૦ સુધીમાં ૧૦% થી ઉપર પહોંચાડવા કટિબદ્ધ છીએ.
ગુજરાત દેશના ઔદ્યોગિક ઉત્પાદનમાં ૧૮% યોગદાન આપે છે.
દેશની કુલ નિકાસના ૪૧% જેટલી નિકાસ ગુજરાતના બંદરોથી થાય છે.
ગુજરાતે લોજીસ્ટીક્સ ઇઝ એક્રોસ ડીફરન્ટ સ્ટેટ્સ (LEADS) સૂચકાંકમાં Achievers દરજ્જો મેળવેલ છે.
બે દાયકાથી યોજાતા વાઇબ્રન્ટ ગુજરાતના સફળ આયોજનના પરિણામે રોકાણ અને રોજગારીની વિપુલ તકો ઉપલબ્ધ બની છે.
ગુજરાત આજે ગ્રીન એનર્જી અને પ્રવાસન ક્ષેત્રમાં મહત્વની કામગીરી કરી રહેલ છે.
આ ઉપરાંત સેમિકન્ડક્ટર, એરોસ્પેસ અને બાયોટેકનોલોજી જેવી ઉભરતી ટેકનોલોજીના ક્ષેત્રોમાં પણ મોખરે છે.
ગુજરાતની નીતિઓ ‘મેક ઇન ઇન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’ વિઝનને મજબૂત બનાવે છે.
આપણું રાજ્ય સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં વિશ્વસ્તરીય ઉત્પાદનનું કેન્દ્ર બનવા જઇ રહ્યું છે.
ધોલેરા અને સાણંદ ખાતે સેમિકન્ડક્ટર ઇકો સિસ્ટમની સ્થાપના થઈ રહી છે.
ભારતના વડા પ્રધાન અને સ્પેનના વડા પ્રધાનની હાજરીમાં વડોદરા ખાતે લશ્કરી વિમાનો માટે ઉત્પાદનની સુવિધા શરૂ કરવામાં આવેલ છે.
જે સંરક્ષણ ક્ષેત્રે દેશની આત્મનિર્ભરતાને મજબૂત બનાવશે.
વિકસિત ભારત-૨૦૪૭ના સંકલ્પને સાકાર કરવા માનનીય વડા પ્રધાન પ્રેરીત GYAN – ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.
તેથી આ સંકલ્પને સિદ્ધ કરવામાં ગુજરાત મહત્વનું યોગદાન આપી શકે.
ગરીબ અને વંચિતોના વિકાસ માટે સરકાર આવાસ, અન્નસુરક્ષા, પોષણ વગેરેને અગ્રિમતા આપે છે.
આ બજેટમાં ઘરનું ઘર સ્વપ્નને પરિપૂર્ણ કરવા ગરીબો માટે ૩ લાખથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ), ડૉ. આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓમાં હાલની ₹૧ લાખ ২০ હજારની સહાયમાં મકાનદીઠ ₹૫૦ હજારના માતબર વધારા સાથે ₹૧ લાખ ૭૦ હજાર કરવાની જાહેરાત કરું છું.
પ્રધાનમંત્રિ ગરીબ કલ્યાણ અન્ન યોજના અંતર્ગત રાજ્યના અંદાજે ૭૫ લાખ કુટુંબોને અનાજ વિનામૂલ્યે પૂરું પાડવાનું ભગીરથ કાર્ય અમારી સરકાર કરી રહી છે.
વધુમાં ગરીબ લોકોની અન્નસુરક્ષા માટે રાહતદરે તેલ, કઠોળ, ખાંડ અને અન્ય આવશ્યક ખાદ્ય સામગ્રીનું વિતરણ પણ કરવામાં આવે છે.
પોષણલક્ષી યોજનાઓના અસરકારક આયોજન અને અમલીકરણ અમારી સરકારનો મુખ્ય ઉદ્દેશ રહેશે.
પોષણ અને તંદુરસ્તી માટે અલગ અલગ વિભાગો દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં છે.
પોષણને અગ્રિમતા આપતાં આ યોજનાઓ માટે ગત વર્ષ કરતાં આશરે ૨૧% ના વધારા સાથેની અંદાજીત ₹૮२०૦ કરોડની જોગવાઇ.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના સંવેદના સભર “પઢાઇ ભી, પોષણ ભી”ના ધ્યેયને સાકાર કરવા “મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના”ની ડિસેમ્બર-૨૦૨૪થી શરૂઆત કરવામાં આવેલ છે.
જેમાં ૩૨,૨૭૭ શાળાઓના ૪૧ લાખ વિદ્યાર્થીઓને લાભ મળે છે.
જે માટે આ બજેટમાં કુલ ₹૬૧૭ કરોડની જોગવાઇ.
પ્રાથમિક શાળાઓનાં વિદ્યાર્થીઓને પૌષ્ટિક, આરોગ્યપ્રદ અને સ્વાદિષ્ટ ભોજન આપવા ૭૨ તાલુકાઓમાં સ્વૈચ્છિક સંસ્થાઓની મદદથી “સેન્ટ્રલાઇઝડ કીચન” વ્યવસ્થા ઊભી કરવા ₹૫૫૧ કરોડની જોગવાઇ.
બાળકોના પોષણ અને વિકાસને સુદ્રઢ કરવા આંગણવાડીઓની ભૌતિક સુવિધામાં વધારો કરવા સરકારે નિર્ણય કરેલ છે.
તેને વધુ કાર્યક્ષમ બનાવવા આંગણવાડી યોજના માટે ₹૨૭૪ કરોડની જોગવાઇ.
આ વર્ષે આપણે આદિવાસી સમાજના ભગવાન બિરસા મુંડાજીની જન્મ જયંતિના ૧૫૦મા વર્ષને જનજાતિય ગૌરવ વર્ષ તરીકે ઊજવી રહ્યા છીએ.
આ ખાસ સંદર્ભમાં આદિજાતિના સર્વાંગી વિકાસ માટે ન્યૂ ગુજરાત પેટર્ન યોજના માટે ૩૭.૫% ના વધારા સાથે ₹૧१०૦ કરોડની ફાળવણી.
જેનાથી આદિજાતિ વિસ્તારોમાં શિક્ષણ, રોજગારી અને માળખાકીય સુવિધાઓના નિર્માણને વધુ વેગ મળશે.
શ્રમિકોને નમ્ર દરે ભોજન મળી રહે તે હેતુથી શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ ૨૯૦ કેન્દ્રો કાર્યરત છે.
જરૂરિયાત મુજબ શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો વ્યાપ ઔધોગિક વિસ્તારમાં અને બાંધકામ વિસ્તારમાં વધારવામાં આવશે.
શ્રમિકોને કામના સ્થળની નજીક પાયાની સુવિધાઓ સાથે રહેઠાણની વ્યવસ્થા મળી રહે તે હેતુથી મુખ્યમંત્રી શ્રમિક બસેરા યોજના માટે ₹૨૦૦ કરોડની જોગવાઇ.
ગરીબ અને વંચિતોના વિકાસ માટે સરકાર આવાસ, અન્નસુરક્ષા, પોષણ વગેરેને અગ્રિમતા આપે છે.
આ બજેટમાં ઘરનું ઘર સ્વપ્નને પરિપૂર્ણ કરવા ગરીબો માટે ૩ લાખથી વધુ આવાસો પૂરા પાડવાનું આયોજન છે.
પ્રધાનમંત્રી આવાસ યોજના(ગ્રામીણ), ડૉ. આંબેડકર આવાસ યોજના, પંડિત દિનદયાળ આવાસ યોજના તેમજ હળપતિ આવાસ જેવી યોજનાઓમાં હાલની ₹૧ લાખ ૨૦ હજારની સહાયમાં મકાનદીઠ ₹૫૦ હજારના માતબર વધારા સાથે ₹૧ લાખ ૭૦ હજાર કરવાની જાહેરાત.
આ પણ વાંચો – માફિયા બિલ્ડરોથી ડરવાની જરૂર નથી! સરકારના આ પોર્ટલમાં કરો ફરિયાદ!