ગોમતીપુરના ઇકબાલ શેખને ચૂંટણી પ્રચારમાં હિન્દુ-મુસ્લિમ મતદારો આપી રહ્યા છે ભવ્ય આવકાર

Iqbal Sheikh Gomtipur

Iqbal Sheikh Gomtipur : આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને અમદાવાદમાં રાજકીય માહોલ ગરમાયો છે. ત્યારે ગોમતીપુર વિસ્તારમાં AIMIM (ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન) પક્ષમાંથી પોતાની ઉમેદવારી નોંધાવ્યા બાદ ઇકબાલ શેખે પોતાનો ચૂંટણી પ્રચાર અને લોકસંપર્ક અત્યંત વેગવંતો બનાવી દીધો છે. ગોમતીપુરના સ્થાનિક રહીશોમાં બહોળી લોકચાહના ધરાવતા ઇકબાલ શેખ જ્યાં પણ પ્રચાર અર્થે જઈ રહ્યા છે, ત્યાં તમામ ધર્મના લોકો દ્વારા તેમનું ફૂલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે.

Iqbal Sheikh Gomtipur : ઇકબાલ શેખનો થઇ રહ્યો છે ભવ્ય સ્વાગત

ઇકબાલ શેખના લોકસંપર્ક દરમિયાન લોકોમાં એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. સ્થાનિક નાગરિકોનું સ્પષ્ટ માનવું છે કે, “ઇકબાલ શેખ એ અમારી અવાજ છે, અને વર્ષોથી અમારા પ્રશ્નોને વાચા આપનાર જમીની નેતા છે.” પ્રચાર દરમિયાન માત્ર એક ચોક્કસ વર્ગ જ નહીં, પરંતુ તમામ ધર્મ અને સમાજના લોકો તેમને સ્વયંભૂ સમર્થન આપી રહ્યા છે, જે તેમની બિનસાંપ્રદાયિક અને લોકપ્રિય છબીનો પુરાવો આપે છે

ઇકબાલ શેખ જનસંપર્ક ધરાવતા છે નેતા 

આ બાબતે ગોમતીપુર વિસ્તારમાં સમૂહલગ્નનું આયોજન કરતી જાણીતી સેવાભાવી સંસ્થા ‘મૈત્રી’ ના સ્થાપક દીપકભાઈએ ઇકબાલ શેખને ખુલ્લું સમર્થન આપતા એક મહત્વનું નિવેદન આપ્યું છે. દીપકભાઈએ જણાવ્યું હતું કે, “ઇકબાલભાઈએ વિસ્તારમાં એટલા સારા કાર્યો કર્યા છે કે તેઓ જંગી બહુમતીથી ચૂંટાઈને જ આવશે. તેમનો હકારાત્મક અભિગમ, મિલનસાર સ્વભાવ અને જનસંપર્ક અદભુત છે. વિસ્તારના તમામ વર્ગ અને તમામ ધર્મના લોકો સાથે તેઓ ખાસ આત્મીય સંબંધ અને સીધી કનેક્ટિવિટી ધરાવે છે.”

એક તરફ રાજકીય પક્ષો મતદારોને રીઝવવા પ્રયાસ કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ ગોમતીપુરમાં ઇકબાલ શેખની તમામ સમાજમાં સ્વીકૃતિ અને ‘મૈત્રી’ સંસ્થા જેવા સામાજિક આગેવાનોનું સમર્થન તેમને આ ચૂંટણી જંગમાં એક મજબૂત ઉમેદવાર તરીકે પ્રસ્થાપિત કરી રહ્યું છે. ગોમતીપુરની જનતા વિકાસ અને પોતાના હક્કની લડાઈ માટે ઇકબાલ શેખ પર પૂર્ણ ભરોસો મૂકી રહી હોય તેવું સ્પષ્ટ ચિત્ર ઉપસી રહ્યું છે.

 

આ પણ વાંચો: ગોમતીપુરની પ્રજાનો એક જ ભરોસો: મુશ્કેલી ગમે તે હોય, ઇકબાલ શેખ આપણા પડખે જ હોય!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *