Dabur India FSSAI Notice ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા ગ્રાહકો સાથે થતી ગેરમાર્ગે દોરતી જાહેરાતો અને દાવાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. FSSAIએ પ્રખ્યાત એફએમસીજી કંપની ડાબર ઈન્ડિયા (Dabur India) ને તેના મધ, ઘી અને ખાદ્ય તેલોની પ્રોડક્ટ્સ પર ‘100 ટકા શુદ્ધ’ અથવા ‘100%’ હોવાના દાવાઓ અને લોગોનો ઉપયોગ કરવા પર સત્તાવાર રીતે પ્રતિબંધ મૂકી દીધો છે.
Dabur India FSSAI Notice ગ્રાહકોને ગેરમાર્ગે દોરતા દાવાઓ સામે એક્શન
FSSAI દ્વારા લેવાયેલા આ કડક પગલાં પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રાહકોને ગુણવત્તાના નામ પર ભ્રમિત થતા અટકાવવાનો છે.
-
કઈ પ્રોડક્ટ્સ પર પ્રતિબંધ: ડાબર કંપની દ્વારા તેના મધ (Honey), ઘી (Ghee) અને વિવિધ ખાદ્ય તેલો (Oils) ની બોટલો કે પેકેજિંગ પર ‘100%’ અથવા સંપૂર્ણ શુદ્ધતાના જે દાવા કરવામાં આવતા હતા, હવે તે નહીં કરી શકાય.
-
નિયમોનું પાલન: ફૂડ સેફ્ટી ઓથોરિટીના કડક નિયમો અનુસાર, ખાદ્ય ઉત્પાદનોના પેકિંગ પર એવા દાવા ન હોવા જોઈએ જે વૈજ્ઞાનિક ધોરણો પર સંપૂર્ણપણે ખરા ન ઉતરતા હોય અથવા ગ્રાહકોમાં ભ્રમ પેદા કરતા હોય.
ડાબર ઈન્ડિયા માટે મોટો ઝટકો
આ નિર્ણયથી ડાબર ઈન્ડિયા જેવા દિગ્ગજ બ્રાન્ડને મોટો ફટકો પડ્યો છે, કારણ કે કંપની લાંબા સમયથી તેની પ્રોડક્ટ્સની શુદ્ધતાના દાવા કરીને માર્કેટમાં પોતાનું વર્ચસ્વ જમાવી રહી હતી. FSSAIના આ આદેશ બાદ હવે કંપનીએ પોતાના પેકેજિંગ અને માર્કેટિંગ સ્ટ્રેટેજીમાં મોટા ફેરફારો કરવા પડશે. ફૂડ સેફ્ટી રેગ્યુલેટરની આ કડકાઈથી અન્ય ખાદ્ય ઉત્પાદક કંપનીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો છે.
ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓફ ઈન્ડિયા (FSSAI) દ્વારા ગ્રાહકો સાથે થતી ગેરમાર્ગે દોરતી જાહેરાતો અને દાવાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. FSSAIએ પ્રખ્યાત એફએમસીજી કંપની ડાબર ઈન્ડિયા (Dabur India) ને તેના મધ, ઘી અને ખાદ્ય તેલોની પ્રોડક્ટ્સ પર ‘100 ટકા શુદ્ધ’ અથવા ‘100%’ હોવાના દાવાઓ અને લોગોનો ઉપયોગ કરવા પર સત્તાવાર રીતે પ્રતિબંધ મૂકી દીધો છે.
આ પણ વાંચોઐતિહાસિક સિદ્ધિ: કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીતનારી પ્રથમ ભારતીય જ્યુડોકા બની અસ્મિતા ડે

