Turbulence Phuket Delhi ફુકેટથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટ (AI2379) માં મંગળવારે એક અત્યંત ડરામણી અને હચમચાવી નાંખે એવી ઘટના બની છે. ઉડાન દરમિયાન અચાનક વાતાવરણમાં સર્જાયેલી ભારે ઉથલપાથલ (ટર્બુલન્સ) ને કારણે વિમાન હવામાં જ જોરદાર આંચકા ખાવા લાગ્યું હતું. આ અચાનક બનેલી ઘટનામાં ૧૦ મુસાફરો અને ૪ ક્રૂ મેમ્બર્સ સહિત કુલ ૧૪ લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેનાથી વિમાનમાં સવાર મુસાફરોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.
Turbulence Phuket Delhi બેથી ત્રણ મિનિટ સુધી સર્જાયો ભયાનક નજારાનો માહોલ
મળતી માહિતી મુજબ, આ ફ્લાઈટમાં કુલ ૧૩૪ મુસાફરો સવાર હતા. વિમાન જ્યારે દિલ્હીમાં લેન્ડિંગની તૈયારી કરી રહ્યું હતું અથવા ક્રૂઝ તબક્કામાં હતું, ત્યારે અચાનક જ વિમાનની ઊંચાઈમાં ક્ષણિક ફેરફાર થયો અને તે નીચે તરફ પટકાયું હોય તેમ બે થી ત્રણ મિનિટ સુધી ભયાનક આંચકા અનુભવાયા. આ અચાનક થયેલી ઉથલપાથલને કારણે કેબિનમાં ચીસાચીસ મચી ગઈ હતી અને ભારે અફરાતફરી સર્જાઈ હતી.
Air India confirms that flight AI2379, operating from Phuket to Delhi on 4 August, experienced a brief in-flight turbulence-related event during cruise, resulting in a momentary change in altitude. The aircraft landed safely in Delhi, and all passengers and crew have safely…
— ANI (@ANI) August 4, 2026
દિલ્હી એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડિંગ અને તબીબી સહાય
આ તમામ મુશ્કેલીઓ વચ્ચે પાયલટે પોતાની કુશળતા દાખવીને સવારે ૧૧ વાગ્યાની આસપાસ વિમાનને દિલ્હીના ઈન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હેમખેમ ઉતારી લીધું હતું. વિમાનનું લેન્ડિંગ થતા જ એર ઈન્ડિયાની મેડિકલ ટીમ હરકતમાં આવી ગઈ હતી.
-
સાવચેતીના પગલાં: એરલાઈન દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે સદભાગ્યે કોઈને ગંભીર ઈજાઓ થઈ નથી.
-
હોસ્પિટલમાં તપાસ: સામાન્ય ઈજા પામેલા ૧૦ મુસાફરો અને ૪ ક્રૂ સભ્યોને એહિયાત રૂપે એરપોર્ટ પર જ આવેલા મેદાંતા મેડિકલ સેન્ટરમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની પ્રાથમિક તપાસ અને સારવાર કરવામાં આવી હતી.
એર ઈન્ડિયાના પ્રવક્તાએ જણાવ્યું હતું કે મુસાફરો અને ક્રૂની સુરક્ષા અમારી સર્વોચ્ચ પ્રાથમિકતા છે અને ટેકનિકલ ટીમ આ ઘટના પાછળના કારણોની તપાસ કરી રહી છે.

