ગુજરાતમાં પોલીસ ભરતી અંગે મહત્વના અપડેટ, છ મહિના બાદ થઇ શકે છે ભરતીની જાહેરાત!

ગુજરાત હાઈકોર્ટમાં આજે 14 ફેબ્રુઆરીએ પોલીસ ભરતીને લઈને મહત્વપૂર્ણ સુનાવણી થઈ. સરકારી વકીલે જણાવ્યું કે, ગુજરાતમાં પોલીસની 14283 બાકી જગ્યા માટે બીજા ફેઝની ભરતી પ્રક્રિયા ઓગસ્ટ-સપ્ટેમ્બર 2025 માં નોટિફાય કરાશે. પ્રથમ ફેઝમાં 7.45 લાખ ઉમેદવારોની શારીરિક કસોટી પૂર્ણ થઈ છે, અને માર્ચ 2025 સુધી બાકીના ઉમેદવારોની શારીરિક કસોટી પૂર્ણ કરવાની તૈયારી છે. ત્યારબાદ, મે 2025 માં લેખિત પરીક્ષા યોજાશે અને તેનાં પરિણામ જુલાઈ 2025 માં જાહેર કરવામાં આવશે.

હાઈકોર્ટમાં જણાવાયું કે, રાજ્યમાં કુલ 25660 જગ્યાઓ પર સીધી ભરતી કરાશે, જેમાં 11000+ જગ્યાઓ પર સબ-ઇન્સ્પેક્ટર અને કોન્સ્ટેબલની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે.આ માહિતી પોલીસ ભરતી માટે ઉમેદવારો માટે મહત્વપૂર્ણ છે, અને જેના પર ગતિશીલ પરિપ્રેક્ષ્યથી આગળ વધવાની આશા છે.

સરકારી વકીલે કોર્ટમાં કહ્યું કે, ‘પ્રથમ ફેઝને બાદ કરીને અન્ય બાકી રહેતી 14283 જગ્યાઓ પર બીજા ફેઝમાં ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેની જાહેરાત આગામી ઑગસ્ટ-સપ્ટેમ્બર મહિનામાં કરવામાં આવશે, જ્યારે સપ્ટેમ્બર, 2026માં ભરતી પ્રક્રિયા પૂર્ણ કરાશે. પોલીસ ભરતીને કેલેન્ડરની ટાઈમલાઈન પ્રમાણે કરવા માટે કોર્ટે રાજ્ય સરકારને કહ્યું અને વધુ સુનાવણી આગામી 11 એપ્રિલના રોજ કરાશે.

નોંધનીય છે કે રાજ્યમાં પોલીસની ભૂમિકા અને સંખ્યાને લઈને ગુજરાત હાઈકોર્ટ દાખલ કરાયેલી સુઓમોટો પિટિશનમાં પોલીસ રિડ્રેસલ ફોર્મની સ્થાપના કરવી, પોલીસ વિભાગમાં ખાલી જગ્યાઓ ભરવી, વસતી પ્રમાણે પોલીસની ભરતી કરવી, ટ્રેનિંગ આપવી, પોલીસના કામના કલાકો નક્કી કરવા, તોફાનો કે કોઈ આપત્તીજનક સ્થિતિમાં જાહેર મિલકતોને નુકસાન થતું અટકાવવું, સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરવું વગેરે બાબતે જણાવાયું હતું. હાઈકોર્ટમાં દાખલ કરાયેલી સુઓમોટો પિટિશન સુપ્રીમ કોર્ટના 2019ના નિર્દેશો આધીન કરવામાં આવી હતી.

આ પણ વાંચો –   અમદાવાદ મહાનગરપાલિકાનું 15502 કરોડનું બજેટ જાહેર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *