Indian Seafarers Hormuz Strait Risk પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ભીષણ સંઘર્ષની જ્વાળાઓ હવે સમુદ્ર માર્ગે ભારતીય નાવિકો સુધી પહોંચી છે. દેશના સૌથી જૂના મેરીટાઇમ યુનિયન નેશનલ યુનિયન ઓફ સીફેરર્સ ઓફ ઈન્ડિયા (NUSI) એ અત્યંત ચિંતાજનક ખુલાસો કરતા જણાવ્યું છે કે, હોર્મુઝ સ્ટ્રેટ (Strait of Hormuz) જેવા સંવેદનશીલ દરિયાઈ વિસ્તારમાં હાલ 20,000 થી વધુ ભારતીય નાવિકો જીવના જોખમે પોતાની ફરજ બજાવી રહ્યા છે.
Indian Seafarers Hormuz Strait Risk ભય અને અનિશ્ચિતતા: અધવચ્ચે અટવાઈ શકે છે જહાજો
NUSI ના રિપોર્ટ અનુસાર, જો પશ્ચિમ એશિયાનો આ સંઘર્ષ વધુ વકરશે તો આંતરરાષ્ટ્રીય જળસીમામાં જહાજો અધવચ્ચે જ અટવાઈ જવાની ભીતિ છે. આવી સ્થિતિમાં જહાજ પર સવાર ક્રૂ મેમ્બર્સ પાસે ખોરાક, પીવાનું પાણી અને જીવનરક્ષક દવાઓની ભારે તંગી સર્જાઈ શકે છે. આટલું જ નહીં, આ વિસ્તારમાં સતત તોળાતા મિસાઈલ અને આત્મઘાતી ડ્રોન હુમલાના જોખમે સામાન્ય દરિયાઈ મુસાફરીને ‘ડેથ ટ્રેપ’ માં ફેરવી દીધી છે.
પરિવારોમાં ચિંતાનો માહોલ
નાવિકોના પરિવારોમાં હાલ ગભરાટ અને ડરનો માહોલ છે. NUSI ના જનરલ સેક્રેટરી મિલિંદ કંદલગાંવકરે જણાવ્યું હતું કે, “અમારી ઓફિસમાં દરરોજ સેંકડો ફોન કોલ્સ આવી રહ્યા છે. માતા-પિતા અને પત્નીઓ રડતા અવાજે પૂછી રહ્યા છે કે શું તેમના સ્વજન સલામત પાછા આવશે? આ નાવિકો કોઈ લડાયક સૈનિકો નથી, પણ સામાન્ય નાગરિકો છે જે વૈશ્વિક અર્થતંત્રના પૈડાં ચાલુ રાખવા માટે પોતાનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે.સરકાર પાસે ‘ઇવેક્યુએશન પ્રોટોકોલ’ ની માંગ
ગંભીર સ્થિતિને જોતા NUSI એ ભારત સરકારને તાત્કાલિક દખલગીરી કરવા વિનંતી કરી છે. યુનિયને માંગ કરી છે કે આ મુદ્દાને ‘રાષ્ટ્રીય પ્રાથમિકતા’ ગણીને તાત્કાલિક ધોરણે એક મજબૂત ઇવેક્યુએશન પ્રોટોકોલ (બચાવ કામગીરીની યોજના) તૈયાર કરવામાં આવે. જેથી જો સ્થિતિ વધુ બગડે તો જળમાર્ગે ફસાયેલા હજારો ભારતીયોને હેમખેમ સ્વદેશ પરત લાવી શકાય.

