bcci ના સચિવ જય શાહે કરી મોટી જાહેરાત, IPLની આગામી સિઝન પહેલા BCCIએ ભારતીય અને વિદેશી ખેલાડીઓ માટે મોટી જાહેરાત કરી છે. BCCI સેક્રેટરી જય શાહે શનિવારે કહ્યું હતું કે તમામ ફ્રેન્ચાઇઝી મેચ ફી તરીકે 12.60 કરોડ રૂપિયા ફાળવશે. તેણે કહ્યું છે કે આગામી સિઝનથી, કરાર સિવાય, ક્રિકેટરોને દરેક મેચ માટે 7.5 લાખ રૂપિયાની અલગ મેચ ફી મળશે. જો કોઈ ખેલાડી ફ્રેન્ચાઈઝી માટે આખી સિઝન રમે છે તો કોન્ટ્રાક્ટ સિવાય ફ્રેન્ચાઈઝી તેને 1.05 કરોડ રૂપિયા અલગથી આપશે.
બીસીસીઆઈના સચિવ જય શાહે ટ્વિટર પર લખ્યું, “આઈપીએલમાં સાતત્ય અને શાનદાર પ્રદર્શનની ઉજવણી કરવા માટે એક ઐતિહાસિક પગલું ભરતા, અમે અમારા ક્રિકેટરો માટે મેચ દીઠ 7.5 લાખ રૂપિયાની મેચ ફીની જાહેરાત કરતા રોમાંચિત છીએ! એક સિઝનમાં તમામ લીગ મેચો રમનાર ક્રિકેટરને તેના કરારની રકમ ઉપરાંત 1.05 કરોડ રૂપિયા મળશે. દરેક ફ્રેન્ચાઇઝી સીઝન માટે મેચ ફી તરીકે રૂ. 12.60 કરોડ ફાળવશે. આઈપીએલ અને અમારા ખેલાડીઓ માટે આ નવો યુગ છે.
બીસીસીઆઈનો આ નિર્ણય એવા અનકેપ્ડ ખેલાડીઓ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે જેમને બેઝ પ્રાઈસ પર ખરીદવામાં આવે છે અને અન્ય કોન્ટ્રાક્ટેડ ખેલાડીઓની સરખામણીમાં સિઝનમાં ખૂબ ઓછા પૈસા કમાઈ શકે છે. આ નિર્ણયનો અર્થ એ પણ છે કે આગામી સિઝન માટે ટીમોની પર્સ રકમ પણ વધી શકે છે. BCCI ટૂંક સમયમાં આગામી IPL 2025ની હરાજી અને રીટેન્શન પોલિસી માટેના નિયમોની પણ જાહેરાત કરશે.
આ પણ વાંચો – રાજ્ય સરકારે પોલીસ વિભાગમાં મોટા પાયે ભરતી કરવાની કરી જાહેરાત, યુવાનો માટે સોનેરી તક!