કિંજલ રબારીના પતિ અશોક ચૌધરીને આપી ધમકી, 4 સામે ફરિયાદ

Kinjal Rabari Controversy

Kinjal Rabari Controversy : ઉત્તર ગુજરાતની જાણીતી લોક ગાયિકા કિંજલ રબારી અને અશોક ચૌધરીના પ્રેમ લગ્નનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે. સમાજના આગેવાનોની મધ્યસ્થી બાદ કિંજલ રબારી પોતાના પિયર પરત ફરી ગઈ હોવા છતાં, આ મામલે હવે એક નવો વળાંક સામે આવ્યો છે. અહેવાલ અનુસાર, કિંજલ રબારીના પતિ અશોક ચૌધરીને રાધનપુર ફેમિલી કોર્ટમાંથી પરત ફરતી વખતે રસ્તામાં આંતરીને ધાક-ધમકી આપવામાં આવી છે. આ સમગ્ર મામલે અશોક ચૌધરીએ સમી પોલીસ સ્ટેશન ખાતે ૪ શખ્સો સામે નામજોગ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

Kinjal Rabari Controversy : છૂટાછેડાની સહી માટે દબાણ અને કાર ઘેરીને આપી ધમકી 

અહેવાલ અનુસાર, અશોક ચૌધરીએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું છે કે, કિંજલ રબારીએ રાધનપુર ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી છે. આ છૂટાછેડાના કાગળો પર સહી કરવા માટે કિંજલના પરિવારજનો દ્વારા તેના પર અવારનવાર દબાણ કરવામાં આવી રહ્યું છે. ગત ૧૫ જૂનના રોજ અશોક રાધનપુર ફેમિલી કોર્ટમાં કેસની મુદ્દત પતાવીને પોતાની કાર દ્વારા મહેસાણા તરફ જઈ રહ્યો હતો, ત્યારે બે ગાડીઓમાં આવેલા વિનોદભાઈ રબારી, પ્રકાશભાઈ રબારી અને અન્ય બે અજાણ્યા શખ્સોએ તેની કારને ઘેરી લીધી હતી. આ શખ્સોએ કાર રોકવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ તીક્ષ્ણ હથિયારો સાથે બહાર આવીને ધમકી આપી હતી. અશોક ચૌધરીએ પોતાની ફરિયાદમાં આ શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

પ્રેમ લગ્નથી શરૂ થયેલો વિવાદ હવે કોર્ટ અને પોલીસ મથકે પહોંચ્યો [Kinjal Rabari Divorce Case]

અત્રે ઉલ્લેખનીય છે કે, લોક ગાયિકા કિંજલ રબારીએ ૨ મે ૨૦૨૪ના રોજ અશોક ચૌધરી સાથે પ્રેમ લગ્ન કર્યા હતા, જેનો રબારી અને માલધારી સમાજ દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સમાજના આગેવાનોની મધ્યસ્થીથી આ મામલો શાંત પડ્યો હતો અને કિંજલે એક સોશિયલ મીડિયા વીડિયો દ્વારા રાજીખુશીથી પિયર પક્ષ સાથે રહેવાનો નિર્ણય જાહેર કર્યો હતો. કિંજલ પિયર ગયા બાદ તેણે રાધનપુર કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી. હવે આ કાનૂની લડાઈ વચ્ચે પતિ અશોક ચૌધરીને હથિયાર બતાવીને ધમકી મળતા સમી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ પણ વાંચો: ગુજરાતના 3 શહેરોની મનપાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *