LPG e-KYC ની સમયમર્યાદા 23 ઓગસ્ટ સુધી લંબાવાઈ

LPG eKYC Deadline Extended ઘરેલુ LPG ગ્રાહકો માટે એક મહત્વપૂર્ણ રાહતના સમાચાર સામે આવ્યા છે. LPG ગેસ કંપનીઓના સર્વર અને એપ્સમાં સતત આવી રહેલી ટેકનિકલ સમસ્યાઓને ધ્યાનમાં રાખીને, LPG e-KYC ની સમયમર્યાદા હવે વધારીને ૨૩ ઓગસ્ટ કરવામાં આવી છે. અગાઉ આ પ્રક્રિયા પૂર્ણ કરવાની અંતિમ તારીખ ૧૬ ઓગસ્ટ નક્કી કરવામાં આવી હતી, પરંતુ સર્વર ક્રેશ થવા અને ડીલરશીપ પર લાંબી કતારો લાગવાને કારણે સમયમર્યાદામાં એક અઠવાડિયાનો વધારો કરવામાં આવ્યો છે.

LPG eKYC Deadline Extended ટેકનિકલ ખામીઓ અને ડીલરશીપ પર લાંબી કતારો

નોંધનીય છે કે બિઝનેસ ટુડેમાં પ્રકાશિત અહેવાલ મુજબ, તેલ મંત્રાલય અને વિવિધ LPG ગેસ પ્રદાતા કંપનીઓ (ઇન્ડેન, ભારત ગેસ અને એચપી ગેસ) દ્વારા e-KYC ફરજિયાત કરવામાં આવ્યું છે.સર્વર આઉટેજ અને એપ્સમાં સમસ્યા: લાખો ગ્રાહકો e-KYC પ્રક્રિયા પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સર્વર ડાઉન હોવાને કારણે કલાકો સુધી પ્રક્રિયા અટકી પડે છે.

 ઉલ્લેખનીય છે કે ૧૬ ઓગસ્ટની ડેટ નજીક હોવાને કારણે ડીલરશીપની બહાર ગ્રાહકોની લાંબી કતારો જોવા મળી હતી અને કલાકો રાહ જોયા છતાં પણ e-KYC પૂરું ન થવાની ફરિયાદો સામે આવી હતી. ડીલરોના જણાવ્યા મુજબ, સમયમર્યાદા વધવા છતાં ઓનલાઈન સર્વરની સમસ્યાઓ હજુ યથાવત છે.

e-KYC શા માટે જરૂરી છે?

નોંધનીય છે કેLPG e-KYC નિયમ તમામ ઘરેલુ LPG ગ્રાહકોને લાગુ પડે છે. કંપનીઓની ચેતવણી અનુસાર, જો કોઈ ગ્રાહક આ પ્રક્રિયા પૂર્ણ કરવામાં નિષ્ફળ રહે છે, તો તેઓ ચકાસણી ન થાય ત્યાં સુધી સબસિડી કે નિર્ધારિત ઘરેલુ દરે LPG સિલિન્ડર મેળવવા માટે અયોગ્ય બની શકે છે.

બિહારના અશોક ધામ મંદિરમાં મોટી દુર્ઘટના: શ્રાવણના સોમવારે નાસભાગ થતા 7 શ્રદ્ધાળુઓના મોત, અનેક ઘાયલ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *