લખનૌમાં કોચિંગ સેન્ટરમાં લાગી ભીષણ આગ, 11 લોકોના મોતની આ્રશંકા , જીવ બચાવવા વિદ્યાર્થીઓ કૂદ્યા

Lucknow Coaching Fire

Lucknow Coaching Fire : ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના (Lucknow) એક વ્યસ્ત વિસ્તારમાં આવેલા કોચિંગ સેન્ટરમાં મોડી સાંજે એક અત્યંત ભયાનક અને કાળજું કંપાવતી આગની દુર્ઘટના સામે આવી છે. સત્તાવાર અહેવાલ અનુસાર, બિલ્ડિંગમાં આવેલ કોચિંગ સેન્ટરમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠતાં ત્યાં અભ્યાસ કરી રહેલા સેંકડો વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા હતા. આગ એટલી ઝડપથી ફેલાઈ હતી કે મુખ્ય દરવાજો અને સીડીઓ ધુમાડાના ગોટેગોટાથી ભરાઈ ગયા હતા, જેના લીધે ગભરાયેલા વિદ્યાર્થીઓએ પોતાનો જીવ બચાવવા માટે બિલ્ડિંગના ત્રીજા અને ચોથા માળની બારીઓમાંથી સીધી નીચે કૂદાકૂદ શરૂ કરી દીધી હતી.

નોંધનીય છે કે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના અલીગંજ વિસ્તારમાં આવેલા એક કોચિંગ સેન્ટરમાં આજે મોડી સાંજે એક અત્યંત ભયાનક અને હૃદયદ્રાવક આગની દુર્ઘટના સર્જાઈ છે. સત્તાવાર અહેવાલ અનુસાર, આ ભીષણ આગની ઝપેટમાં આવવાના કારણે અત્યાર સુધીમાં 11 લોકોના કરુણ મોત નીપજ્યા હોવાની આશંકા  છે, જેને પગલે સમગ્ર દેશમાં ભારે અરેરાટી મચી ગઈ છે. હજુ પણ અનેક લોકો બિલ્ડિંગની અંદર ફસાયા હોવાની આશંકા સેવાઈ રહી છે, જેના લીધે ફાયર બ્રિગેડની અનેક ટીમો દ્વારા આગ પર કાબૂ મેળવવાની સાથે રાહત અને બચાવ કાર્ય (રેસ્ક્યુ ઓપરેશન) યુદ્ધના ધોરણે ચલાવવામાં આવી રહ્યું છે.

Lucknow Coaching Fire : ક્લાસરૂમમાં ધુમાડો ભરાતાં વિદ્યાર્થીઓએ બારીઓ તોડી

અહેવાલ અનુસાર, આ ભયાનક અકસ્માત સમયે કોચિંગ સેન્ટરમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર હતા. બિલ્ડિંગના નીચલા ભાગમાં લાગેલી આગના કારણે ઝેરી ધુમાડો ઉપરના ક્લાસરૂમ સુધી પહોંચી ગયો હતો, જેના લીધે ગૂંગળામણ થવા લાગી હતી. બહાર નીકળવાનો કોઈ રસ્તો ન બચતાં વિદ્યાર્થીઓએ હિંમત દાખવીને બારીઓના કાચ તોડી નાખ્યા હતા અને પ્લાસ્ટિકના પાઈપ તેમજ દોરડાની મદદથી નીચે ઉતરવાનો પ્રયાસ કર્યો હતો, જ્યારે કેટલાક વિદ્યાર્થીઓએ જીવ બચાવવા સીધી નીચે છલાંગ લગાવી દીધી હતી. આ કૂદાકૂદ દરમિયાન અનેક વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ પહોંચી હોવાના અહેવાલ છે.

ફાયર બ્રિગેડની ૧૦ થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે, રેસ્ક્યુ ઓપરેશન ચાલુ

અહેવાલ અનુસાર, ઘટનાની જાણ થતાં જ સ્થાનીય પોલીસ પ્રશાસન અને ફાયર બ્રિગેડની ૧૦ થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. ફાયર ફાઈટરોની ટીમે હાઇડ્રોલિક ક્રેન અને સીડીઓની મદદથી બિલ્ડિંગમાં ફસાયેલા અન્ય વિદ્યાર્થીઓ અને સ્ટાફને સુરક્ષિત બહાર કાઢવા માટેનું ઓપરેશન યુદ્ધના ધોરણે શરૂ કર્યું હતું. ઈજાગ્રસ્ત થયેલા તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક હોસ્પિટલમાં એમ્બ્યુલન્સ મારફતે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં આ ભયાનક આગ શોર્ટ સર્કિટના (Short Circuit) કારણે લાગી હોવાનું અનુમાન સેવાઈ રહ્યું છે. તંત્ર દ્વારા બિલ્ડિંગના ફાયર સેફ્ટી એનઓસી (Fire Safety NOC) અંગે પણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રના પરભણીમાં હનુમાન મંદિરની છત તૂટી પડી, પાંચ શ્રદ્ધાળુઓના મોત!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *