AIMIM Gujarat Dissolved : ઓલ ઇન્ડિયા મજલિસે ઇત્તેહાદુલ મુસ્લિમ (AIMIM) ગુજરાત એકમમાં મોટા ફેરફારના સમાચાર સામે આવ્યા છે. પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ જનાબ બૅરિસ્ટર અસદુદ્દીન ઓવૈસી (Asaduddin Owaisi) સાહેબ અને ગુજરાત પ્રદેશ પ્રભારી જનાબ જાફર હુસૈન મેરાજ (Jafar Hussain Meraj) સાહેબ સાથે ગહન ચર્ચા અને વિચારણા કર્યા બાદ, પાર્ટી દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
AIMIM Gujarat Dissolved : તમામ સંગઠનાત્મક માળખું વિખેરી નાખવામાં આવ્યું
AIMIM ગુજરાત પ્રદેશ પ્રમુખ સાબિર કાબલીવાલા (Sabir Kabliwala) દ્વારા જાહેર કરવામાં આવેલી સત્તાવાર માહિતી મુજબ, ગુજરાત પક્ષના હાલના તમામ સંગઠનાત્મક માળખાને તાત્કાલિક અસરથી ખંડિત (Dissolved) કરવામાં આવ્યા છે. આ નિર્ણય પક્ષના શીર્ષ નેતૃત્વની મંજૂરી બાદ લેવામાં આવ્યો છે, જે પક્ષમાં નવા જોમ અને સંગઠનાત્મક મજબૂતી લાવવા માટેનું એક પગલું માનવામાં આવી રહ્યું છે.

નવા માળખાની આતુરતા
પક્ષના સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલના માળખાને વિખેરી નાખ્યા બાદ હવે નવા સંગઠનાત્મક માળખાની રચના કરવામાં આવશે. નવા હોદ્દેદારોની નિમણૂક અને માળખાના સ્વરૂપ વિશેની વિગતવાર જાણકારી AIMIM ના શીર્ષ નેતૃત્વ દ્વારા આગામી ટૂંક સમયમાં સત્તાવાર રીતે આપવામાં આવશે. ગુજરાતમાં પાર્ટીને વધુ અસરકારક બનાવવા માટે આ ફેરબદલ મહત્વના માનવામાં આવે છે.
આ પણ વાંચો: અમદાવાદ રથયાત્રા સુરક્ષા: 9 હથિયારો જપ્ત, 200 શંકાસ્પદોની ધરપકડ

