મહેસાણા: બાળકોના કોળિયામાં પણ ભ્રષ્ટાચાર? વિજાપુરની 6 શાળાઓમાં મધ્યાહન ભોજન યોજનામાં મોટું કૌભાંડ ઝડપાયું

Mehsana Mid-day Meal Scam

Mehsana Mid-day Meal Scam: ઉત્તર ગુજરાતના મહેસાણા [Mehsana] જિલ્લાના વિજાપુર તાલુકામાં બાળકોના પોષણ માટે ચાલતી મધ્યાહન ભોજન યોજનામાં [Mid-day Meal Scheme] મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનો સનસનીખેજ ખુલાસો થયો છે. વિજાપુર [Vijapur] તાલુકાની 6 જેટલી સરકારી પ્રાથમિક શાળાઓમાં [Government Primary Schools] બાળકોની હાજરીના આંકડામાં મોટા પાયે ચેડાં કરી સરકારી અનાજ અને ગ્રાન્ટનો દુરુપયોગ કરવામાં આવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.

ડેટામાં જોવા મળી મોટી વિસંગતતા (Mehsana Mid-day Meal Scam)

તપાસ દરમિયાન એ વાત સામે આવી છે કે, શાળાઓની ભૌતિક વર્ધીબુક [Vardhi Book] અને સરકારના ઓનલાઇન PMP પોર્ટલ [PMP Portal App] પર દર્શાવવામાં આવેલી બાળકોની સંખ્યામાં જમીન-આસમાનનો તફાવત છે. આ આર્થિક ગેરરીતિ જૂન-2024 થી જાન્યુઆરી-2026 સુધીના લાંબા સમયગાળા દરમિયાન આચરવામાં આવી છે. વાસ્તવમાં બાળકો ગેરહાજર હોવા છતાં કાગળ પર તેમની સંખ્યા વધુ બતાવીને સરકારી તિજોરીમાંથી ભોજનનો ખર્ચ અને અનાજ મેળવી લેવામાં આવ્યું હોવાનું જણાય છે.

જવાબદારો સામે કડક કાર્યવાહીના સંકેત (Strict Action Against Mid-day Meal Administrators)

આ કૌભાંડ સામે આવતા જ વિજાપુર મામલતદારે [Mamlatdar] આકરા તેવર બતાવ્યા છે. ભ્રષ્ટાચારમાં સંડોવાયેલી 6 શાળાઓના મધ્યાહન ભોજન સંચાલકોને કારણદર્શક નોટિસ [Show Cause Notice] ફટકારી દેવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અગાઉ આ જ પ્રકરણમાં 11 શાળાઓના આચાર્યોને [School Principals] પણ નોટિસ અપાઈ ચૂકી છે. હાલમાં તમામ પક્ષોના ખુલાસાઓના આધારે હિયરિંગની પ્રક્રિયા ચાલી રહી છે, જેના અંતે દોષિતો સામે ફોજદારી પગલાં લેવાય તેવી પૂરી શક્યતા છે.

આ પણ વાંચો: વિજયને રોકવા કટ્ટર વિરોધી DMK-AIADMK હાથ મિલાવશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *