DMK and AIADMK Alliance : તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના (Tamil Nadu Assembly Election 2026) પરિણામો જાહેર થયા બાદ સત્તાની સાઠમારી ચરમસીમાએ પહોંચી છે. સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી આવેલી એક્ટર વિજયની પાર્ટી ‘ટીવીકે’ (TVK) સરકાર બનાવવાના દાવા કરી રહી છે. પરંતુ હવે રાજ્યના રાજકારણમાં એક અત્યંત ચોંકાવનારો વળાંક આવ્યો છે. થલાપતિ વિજયને (Actor Vijay) સત્તાથી દૂર રાખવા માટે, છેલ્લા 5 દાયકાથી એકબીજાના કટ્ટર વિરોધી રહેલા પક્ષો DMK અને AIADMK વચ્ચે મહાગઠબંધન (Alliance) રચવાની અટકળો તેજ બની ગઈ છે.
DMK and AIADMK Alliance : ખુરશી માટે 50 વર્ષની દુશ્મની ભૂલાશે?
મીડિયા રિપોર્ટ્સ અને રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી જોરદાર ચર્ચાઓ મુજબ, એમ.કે. સ્ટાલિનની પાર્ટી DMK અને કે. પલાનિસ્વામીની પાર્ટી AIADMK હાથ મિલાવવાની તૈયારીમાં છે. તમિલનાડુના રાજકારણમાં આ બંને દ્રવિડિયન પાર્ટીઓ એકબીજાની ધૂર વિરોધી રહી છે. પરંતુ વિજયના ઉદયથી બંને પક્ષોના અસ્તિત્વ પર ખતરો ઉભો થયો છે, જેના કારણે સત્તા બચાવવા તેઓ ગઠબંધન કરી શકે છે. જો આવું થશે તો 108 બેઠકો જીતવા છતાં વિજયના હાથમાંથી સત્તા સરકી જશે.
બહુમતી ન હોવાથી વિજયનો શપથ ગ્રહણ અટક્યો
બીજી તરફ, TVK ના વડા વિજયે રાજ્યપાલ સમક્ષ સરકાર બનાવવાનો દાવો રજૂ કર્યો હતો અને આજે 7 મેના રોજ જ શપથ ગ્રહણ કરવાની પરવાનગી માંગી હતી. જોકે, 234 બેઠકોની વિધાનસભામાં બહુમતી માટે 118 નો જાદુઈ આંકડો જરૂરી છે. કોંગ્રેસના 5 ધારાસભ્યોના સમર્થન બાદ પણ TVK પાસે 113 નો આંકડો છે, જે બહુમતીથી 5 સીટ ઓછો છે. પૂરતું સંખ્યાબળ ન હોવાથી રાજ્યપાલ આ દાવાથી સંતુષ્ટ ન હતા અને તેમણે લીલી ઝંડી આપી ન હતી. પરિણામે, વિજયનો શપથ ગ્રહણ સમારોહ હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે.
રાજ્યમાં સરકાર બનાવવાનું ચૂંટણી ગણિત
વિધાનસભાની 234 બેઠકોમાંથી TVK-108, DMK-59, AIADMK-47, કોંગ્રેસ-5, PMK-4, IUML-2, CPI-2, CPI(M)-2, VCK-2, જ્યારે BJP, DMDK અને AMMK ને 1-1 બેઠક મળી છે.
જોડાણના 3 સંભવિત સમીકરણો:
સમીકરણ ૧: DMK+ (73 બેઠકો) અને AIADMK+ (53 બેઠકો) ભેગા થાય તો 126 બેઠકો સાથે આસાનીથી સરકાર બનાવી શકે.
સમીકરણ ૨: DMK+ ગઠબંધન (73) માત્ર AIADMK ની 47 બેઠકો સાથે જોડાય તો પણ 120 બેઠકો સાથે બહુમતી મળી જાય.
સમીકરણ ૩: DMK+ માંથી કોંગ્રેસ માઈનસ થાય (68) અને તેમાં AIADMK (47) + PMK (4) જોડાય તો 119 બેઠકો સાથે સરકાર બની શકે.
હવે સૌની નજર વિજયના આગામી પગલાં અને 5 ખુટતા ધારાસભ્યોના સમર્થન પર ટકેલી છે.
આ પણ વાંચો: બંગાળમાં શુભેન્દુ અધિકારીના PA ની ગોળી મારીને હત્યા, ભાજપનો TMC પર આરોપ

