મુસ્લિમ દેશ વિશ્વમાં એક તરફ બાળ લગ્નની દુષ્ટતાને ખતમ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે, તો બીજી તરફ એક મુસ્લિમ દેશ બાળ લગ્નની પ્રથાને કાયદેસર બનાવવા માંગે છે. આ અંગે લગ્ન કાયદામાં સુધારો કરવાની તૈયારી ચાલી રહી છે. ઈરાક પોતાના દેશમાં લગ્ન કાયદામાં સુધારો કરવા જઈ રહ્યું છે.ઇરાક દેશના લગ્ન કાયદામાં સુધારો કરવાની તૈયારી કરી રહી છે. તે પુરુષોને 9 વર્ષથી નાની વયની છોકરીઓ સાથે લગ્ન કરવાની મંજૂરી આપે છે. જેના કારણે અધિકાર કાર્યકરોમાં રોષ ફેલાયો છે. ઇરાકી સંસદ દેશના વ્યક્તિગત દરજ્જાના કાયદામાં સુધારો કરવાની તૈયારી કરી રહી છે, જેને કાયદો 188 તરીકે ઓળખવામાં આવે છે. ધ ટેલિગ્રાફના અહેવાલ મુજબ, મહિલાઓને છૂટાછેડા, બાળકોની કસ્ટડી અને વારસાના અધિકારને નકારવા માટે સુધારાનો પ્રસ્તાવ પણ મૂકવામાં આવ્યો છે.
આ સુધારા બાદ છોકરીઓની લગ્નની ઉંમર ઘટીને 9 વર્ષ થઈ જશે. એટલે કે પુરુષોને 9 વર્ષની છોકરીઓ સાથે લગ્ન કરવાની છૂટ હશે. આ ઉપરાંત, આ દેશમાં મહિલાઓ માટે છૂટાછેડા, બાળકોની કસ્ટડી અને સંપત્તિ પરના અધિકારો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે. કહેવામાં આવી રહ્યું છે કે છોકરીઓને અનૈતિક સંબંધોથી બચાવવા માટે આ કાયદો લાવવામાં આવી રહ્યો છે. મહિલાઓએ આ કાયદાનો વિરોધ કર્યો હતો. આ પછી સરકાર આ કાયદો પસાર કરશે.
આ બિલ નાગરિકોને પારિવારિક બાબતોનો નિર્ણય લેવા માટે ધાર્મિક સત્તાવાળાઓ અથવા નાગરિક ન્યાયતંત્રની પસંદગી કરવાની મંજૂરી આપશે. શિયા પક્ષોની આગેવાની હેઠળની ગઠબંધન સરકાર કહે છે કે સૂચિત સુધારો ઇસ્લામિક શરિયા કાયદાના કડક અર્થઘટનને અનુરૂપ છે. તેનો ઉદ્દેશ્ય છોકરીઓને ‘અનૈતિક સંબંધો’થી બચાવવાના પ્રયાસમાં પ્રસ્તાવિત સુધારો પસાર કરવાનો છે.સૂચિત ફેરફાર મહિલાઓની કાનૂની સુરક્ષાને લગતી મોટી ચિંતાઓ ઉભી કરે છે. થિંક ટેન્ક ચેથમ હાઉસના ડો. રેનાદ મન્સૂરે ચેતવણી આપી હતી કે આ પગલું ધાર્મિક અધિકારને મજબૂત કરવા અને સત્તા પર તેની પકડ મજબૂત કરવા માટે એક વ્યાપક રાજકીય વ્યૂહરચનાનો એક ભાગ છે. કાર્યકર્તાઓને ડર છે કે આ સુધારો દેશમાં લિંગ સમાનતાને નબળી પાડશે અને સાંપ્રદાયિક વિભાજનમાં વધારો કરશે. ‘ગઠબંધન 188’ જેવા મહિલા અધિકાર જૂથોએ ‘છોકરીઓ પરના બળાત્કાર’ને કાયદેસર બનાવવાના સરકારના પ્રયાસોને વર્ણવ્યા છે.
આ પણ વાંચો – દક્ષિણ આફ્રિકાએ રોમાંચક મેચમાં ભારતને 3 વિકેટથી હરાવ્યું