​મોંઘવારીનો ડબલ ડોઝ: અમૂલ પછી હવે મધર ડેરીએ પણ આપ્યો આંચકો,ભાવમાં કર્યો વધારો

Mother Dairy Milk Price Hike :

Mother Dairy Milk Price Hike : મોંઘવારીના માર વચ્ચે દૂધના ભાવમાં વધારો થતા સામાન્ય નાગરિકોનું બજેટ ખોરવાયું છે. મધર ડેરીએ ખર્ચમાં થયેલા વધારાને પગલે દૂધની તમામ શ્રેણીઓમાં ભાવ વધારો ઝીંક્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, છેલ્લા એક વર્ષમાં અનેક પરિબળોને કારણે ખર્ચનું દબાણ વધતા આ નિર્ણય લેવો પડ્યો છે.

Mother Dairy Milk Price Hike : ભાવ વધારા પાછળના મુખ્ય કારણો

મધર ડેરીએ સ્પષ્ટતા કરી છે કે આ વધારા પાછળ પશુપાલકો અને કંપનીના કાર્યકારી ખર્ચમાં થયેલો વધારો જવાબદાર છે:

ખરીદી ખર્ચમાં વધારો: પશુપાલકો પાસેથી દૂધ ખરીદવાનો ખર્ચ છેલ્લા એક વર્ષમાં અંદાજે 6 ટકા જેટલો વધ્યો છે.

અન્ય ખર્ચ: ઘાસચારો, પરિવહન (ટ્રાન્સપોર્ટેશન) અને અન્ય કાર્યકારી ખર્ચમાં સતત વધારો થવાથી કંપની પર આર્થિક દબાણ વધ્યું છે.

ખેડૂતોનું હિત: કંપનીનો દાવો છે કે તેઓ આવકનો 75 ટકા હિસ્સો સીધો ખેડૂતોને ચૂકવે છે, તેથી ખેડૂતો અને ગ્રાહકો બંનેના હિત વચ્ચે સંતુલન જાળવવા આ વધારો જરૂરી હતો.

મધર ડેરીના નવા ભાવ (નવી કિંમતો)

દૂધનો પ્રકાર જૂનો ભાવ (પ્રતિ લિટર) નવો ભાવ (પ્રતિ લિટર)
ફુલ ક્રીમ મિલ્ક ₹70 ₹72
ટોન્ડ મિલ્ક ₹58 ₹60
ડબલ ટોન્ડ મિલ્ક ₹52 ₹54
ગાયનું દૂધ ₹60 ₹62
પ્રો મિલ્ક ₹70 ₹72

નોંધનીય છે કે મોંઘવારીના માર વચ્ચે દૂધના ભાવમાં વધારો થતા સામાન્ય નાગરિકોનું બજેટ ખોરવાયું છે. મધર ડેરીએ ખર્ચમાં થયેલા વધારાને પગલે દૂધની તમામ શ્રેણીઓમાં ભાવ વધારો ઝીંક્યો છે. કંપનીના જણાવ્યા અનુસાર, છેલ્લા એક વર્ષમાં અનેક પરિબળોને કારણે ખર્ચનું દબાણ વધતા આ નિર્ણય લેવો પડ્યો છે.આ પહેલા અમૂલે પણ દૂધના ભાવમાં ધરખમ વધારો કર્યો છે.મધર ડેરીએ સ્પષ્ટતા કરી છે કે આ વધારા પાછળ પશુપાલકો અને કંપનીના કાર્યકારી ખર્ચમાં થયેલો વધારો જવાબદાર છે:

આ પણ વાંચો: રાજકોટ-ચોટીલા હાઈવે અકસ્માત: બસમાં આગ લાગતા 4 મુસાફરો જીવતા ભૂંજાયા , 10 ઈજાગ્રસ્ત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *