UPI Payment MDR Charge યુપીઆઈ પેમેન્ટ પર એમડીઆર (MDR) ચાર્જનો વિવાદ હવે નામદાર સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ૨૦૦૦ રૂપિયાથી વધુના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલવાના નિર્ણય વિરુદ્ધ દાખલ કરાયેલી અપીલની સુપ્રીમ કોર્ટમાં સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલતે હાલ કેન્દ્ર સરકારના આ નિર્ણય પર રોક લગાવવાનો ઇનકાર કરી દીધો છે.
UPI Payment MDR Charge : કેન્દ્ર સરકાર, RBI અને NPCI પાસેથી ચાર અઠવાડિયામાં માગ્યો જવાબ
આ મામલે સુપ્રીમ કોર્ટે સંબંધિત પક્ષોને નોટિસ પાઠવીને કડક સ્પષ્ટતા માગી છે:
-
પક્ષોને નોટિસ: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકાર, રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI), નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) અને UPI કમિટી સહિતના સંબંધિત પક્ષોને નોટિસ ફટકારીને ચાર અઠવાડિયામાં જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે.
-
ખંડપીઠની સ્પષ્ટતા: સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંતના વડપણ હેઠળની ખંડપીઠે કેન્દ્ર સરકારને સ્પષ્ટતા કરવા નિર્દેશ આપ્યો છે કે, ૨૦૦૦ રૂપિયાથી વધુની પસંદગીની યુપીઆઈ પેમેન્ટ પર વસૂલવામાં આવતો 0.4 ટકા એમડીઆર (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) એ અંતિમ ફી છે, ટેક્સ છે અથવા અન્ય કોઈ પ્રકારનો ચાર્જ છે કે નહીં.
યુપીઆઈ પેમેન્ટ પર એમડીઆર (MDR) ચાર્જનો વિવાદ હવે નામદાર સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે. ૨૦૦૦ રૂપિયાથી વધુના યુપીઆઈ ટ્રાન્ઝેક્શન પર ચાર્જ વસૂલવાના નિર્ણય વિરુદ્ધ દાખલ કરાયેલી અપીલની સુપ્રીમ કોર્ટમાં સોમવારે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સર્વોચ્ચ અદાલતે હાલ કેન્દ્ર સરકારના આ નિર્ણય પર રોક લગાવવાનો ઇનકાર કરી દીધો છે.સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ (CJI) સૂર્યકાંતના વડપણ હેઠળની ખંડપીઠે કેન્દ્ર સરકારને સ્પષ્ટતા કરવા નિર્દેશ આપ્યો છે કે, ૨૦૦૦ રૂપિયાથી વધુની પસંદગીની યુપીઆઈ પેમેન્ટ પર વસૂલવામાં આવતો 0.4 ટકા એમડીઆર (મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ) એ અંતિમ ફી છે, ટેક્સ છે અથવા અન્ય કોઈ પ્રકારનો ચાર્જ છે કે નહીં.

