Gujarat Dog Bite Cases શ્વાન કરડવાના કેસમાં ગુજરાત સમગ્ર ભારતમાં ટોપ 5 રાજ્યમાં સામેલ છે. રાજ્યમાં વર્ષે સરેરાશ 1.50 લાખથી વધુ લોકોને શ્વાન પોતાનો શિકાર બનાવે છે, અને દરરોજ સરેરાશ 700 જેટલા શ્વાન કરડવાના કેસ નોંધાય છે. અમદાવાદ સહિત ગુજરાતભરમાં શ્વાનના આતંક અને કરડવાની ગંભીર ઘટનાઓ દિન-પ્રતિદિન વધી રહી છે. રાજ્ય સરકાર દ્વારા અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે, તેમ છતાં આજે સમગ્ર દેશમાં શ્વાન કરડવાના કિસ્સામાં ગુજરાત પાંચમા ક્રમે હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં શ્વાન કરડવાના કિસ્સાઓ સામે આવ્યા છે. તેમજ અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શ્વાન નિયંત્રણ માટે કરોડોનો ખર્ચ કર્યો હોવા છતાં પરિણામ રસ્તાઓ પર દેખાતું નથી.
Gujarat Dog Bite Cases : અમદાવાદમાં એક જ વર્ષમાં 30 ટકાનો વધારો
રાજ્યમાં સૌથી વધુ અમદાવાદ શહેરમાં શ્વાન કરડવાના કિસ્સાઓ સામે આવ્યા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શ્વાન નિયંત્રણ માટે કરોડોનો ખર્ચ કરવામાં આવ્યો હોવા છતાં પરિણામ રસ્તાઓ પર દેખાતું નથી.
-
કૂતરા કરડવાના આંકડાકીય પ્રવાહો: અમદાવાદમાં કૂતરા કરડવાના બનાવોમાં એક જ વર્ષમાં 30 ટકાનો વધારો નોંધાયો છે, જે મુજબ શહેરમાં સરેરાશ રોજના 100 કેસ નોંધાઈ રહ્યા છે.
-
પાંચ વર્ષનો ડેટા: અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેટા મુજબ, વર્ષ 2025માં શહેરમાં કુલ 77 હજારથી વધુ કૂતરા કરડવાના કેસ નોંધાયા હતા, જ્યારે છેલ્લા પાંચ વર્ષમાં કુલ 3.14 લાખ કેસ નોંધાયા છે.
-
વર્ષવાર કેસની વિગતો:
-
૨૦૨૧-૨૨: 50,668 કેસ
-
૨૦૨૨-૨૩: 58,125 કેસ
-
૨૦૨૩-૨૪: 67,790 કેસ
-
૨૦૨૪-૨૫: 79,909 કેસ
-
૨૦૨૫-૨૬: 77,019 કેસ
-
૨૦૨૬ (ફેબ્રુઆરી સુધી): 8,354 કેસ
-
Sterilization and Cost: ખસીકરણ પાછળ કરોડોનો ખર્ચ છતાં શ્વાનની સંખ્યા અકબંધ
અમદાવાદ શહેરમાં વર્ષ 2019માં રખડતા શ્વાનનો સર્વે કરવામાં આવ્યો ત્યારે શ્વાનની સંખ્યા 2,10,000 હતી. વર્ષ 2012થી ખસીકરણ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને એવી જાહેરાત કરવામાં આવી હતી કે આગામી દસ વર્ષોમાં શહેરમાંથી રખડતા શ્વાનની સંખ્યા ઝીરો થઈ જશે. પરંતુ આટલા વર્ષો વીત્યા છતાં શ્વાનની સંખ્યામાં કોઈ ઘટાડો જોવા મળ્યો નથી

