માંડવીમાં હૃદયદ્રાવક દુર્ઘટના: કાકરાપાર ડેમમાં નહાવા પડેલા ચાર મિત્રોના ડૂબી જવાથી કરુણ મોત

Kakrapar Dam Drowning :

Kakrapar Dam Drowning : ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે જળાશયોમાં નહાવા જવું જોખમી સાબિત થઈ રહ્યું છે. તાપી નદી પર આવેલા કાકરાપાર ડેમમાં સોમવારે સાંજે નહાવા ગયેલા ચાર આશાસ્પદ યુવાનોના ડૂબી જવાથી મોત નિપજ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર માંડવી પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Kakrapar Dam Drowning : બચાવવાની મથામણમાં સર્જાયો કાળમુખો ખેલ

મળતી માહિતી મુજબ, સ્થાનિક વિસ્તારના ચાર મિત્રો સોમવારે સાંજે કાકરાપાર ડેમની નહેરમાં ગરમીથી રાહત મેળવવા માટે નહાવા ગયા હતા.નહાતી વખતે અચાનક એક યુવાન ઉંડા પાણીમાં ખેંચાવા લાગ્યો હતો. તેને ડૂબતો જોઈ બાકીના ત્રણેય મિત્રોએ જીવના જોખમે તેને બચાવવા માટે પાણીમાં ઝંપલાવ્યું હતું.પાણીનો પ્રવાહ અત્યંત તેજ અને ઉંડાઈ વધુ હોવાને કારણે ચારેય મિત્રો એકબીજાને બચાવવાની મથામણમાં ડૂબી ગયા હતા.

રેસ્ક્યૂ ઓપરેશન અને મૃતદેહોની શોધ

ઘટનાની જાણ થતા જ સ્થાનિક લોકો અને વહીવટી તંત્ર ઘટનાસ્થળે દોડી આવ્યું હતું. પોલીસ અને તરવૈયાઓની ટીમ દ્વારા ગઈકાલ સાંજથી જ શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ભારે જહેમત બાદ આજે (મંગળવારે) સવારે ચારેય યુવાનોના મૃતદેહ મળી આવ્યા હતા. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

કેનાલો અને ડેમોમાં ડૂબવાની ઘટનાઓમાં વધારો

નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા જ કપડવંજ પાસે નર્મદા કેનાલમાં એક જ પરિવારના ચાર સભ્યોના ડૂબી જવાથી મોત થયા હતા. ઉનાળામાં વધી રહેલી ગરમીને કારણે લોકો કેનાલ કે ડેમમાં નહાવા જાય છે, પરંતુ સુરક્ષાના અભાવે આવી દુર્ઘટનાઓ સર્જાતી હોય છે. તંત્ર દ્વારા વારંવાર ચેતવણી આપવામાં આવતી હોવા છતાં યુવાનો જોખમી પાણીમાં ઉતરે છે, જે જીવલેણ સાબિત થાય છે.

આ પણ વાંચો: AMC માં નોકરીની તક: ફાયર વિભાગમાં 172 સહાયક ફાયરમેનની ભરતી જાહેર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *