PM Modi 7 Appeals : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધની અસરો વચ્ચે ભારતમાં રાજકીય ગરમાવો તેજ બન્યો છે. રવિવારે સિકંદરાબાદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશના હિતમાં જનતાને ‘સાત અપીલ’ કરી હતી, જેના પર આજે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આકરા પ્રહારો કર્યા છે. રાહુલે પીએમની આ અપીલોને દેશની આર્થિક નિષ્ફળતા ગણાવી છે.
PM Modi 7 Appeals : રાહુલ ગાંધીનો પ્રહાર: “જનતા પાસે ત્યાગ કેમ મંગાય છે!
રાહુલ ગાંધીએ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું કે, “મોદીજીએ ગઈકાલે જનતા પાસેથી ત્યાગ માંગ્યો. આ ઉપદેશ નથી, પણ નિષ્ફળતાના પુરાવા છે. ૧૨ વર્ષમાં દેશને આ મુકામ પર લાવી દીધો છે કે હવે જનતાને કહેવું પડી રહ્યું છે કે શું ખરીદવું અને શું નહીં, ક્યાં જવું અને ક્યાં નહીં.” રાહુલે આડકતરી રીતે સરકારની આર્થિક નીતિઓ પર નિશાન સાધ્યું છે.
मोदी जी ने कल जनता से त्याग मांगे – सोना मत ख़रीदो, विदेश मत जाओ, पेट्रोल कम जलाओ, खाद और खाने का तेल कम करो, मेट्रो में चलो, घर से काम करो।
ये उपदेश नहीं – ये नाकामी के सबूत हैं।
12 साल में देश को इस मुक़ाम पर ला दिया है कि जनता को बताना पड़ रहा है – क्या ख़रीदे, क्या न…
— Rahul Gandhi (@RahulGandhi) May 11, 2026
PM મોદીની તે ‘સાત અપીલ’ જે વિવાદનું કેન્દ્ર બની
વડાપ્રધાને દેશની વિદેશી મુદ્રા (Foreign Exchange) બચાવવા અને અર્થતંત્રને સુરક્ષિત રાખવા માટે નીચે મુજબની અપીલો કરી હતી:
૧. પેટ્રોલ-ડીઝલનો ઓછો વપરાશ: મેટ્રોમાં મુસાફરી કરો, કારપૂલિંગ વધારો અને બિનજરૂરી વાહન ચલાવવાનું ટાળો.
૨. વર્ક ફ્રોમ હોમ: ઈંધણ બચાવવા માટે ફરીથી ઘરેથી કામ કરવાની પદ્ધતિ અપનાવો.
૩. ખાવાના તેલમાં કાપ: જો દરેક પરિવાર થોડો વપરાશ ઘટાડે તો વિદેશી મુદ્રાની મોટી બચત થશે.
૪. સોનાની ખરીદી બંધ: દેશના હિતમાં એક વર્ષ સુધી સોનું ખરીદવાનું કે દાન કરવાનું ટાળો.
૫. વિદેશ પ્રવાસ ટાળો: લગ્ન કે રજાઓ માટે વિદેશ જવાને બદલે દેશમાં જ રહો.
૬. પ્રાકૃતિક ખેતી: રાસાયણિક ખાતરનો વપરાશ અડધો કરી કુદરતી ખેતી તરફ વળો.
૭. આયાત પર નિર્ભરતા ઘટાડો: ભારત પાસે તેલના કૂવા નથી, તેથી વપરાશ ઘટાડવો જ એકમાત્ર વિકલ્પ છે.
આયાતનો મોટો બોજ: આંકડાકીય વિશ્લેષણ
ભારતની આર્થિક સ્થિતિ અને આયાત પરના ખર્ચના ચોંકાવનારા આંકડા સામે આવ્યા છે:
સોનું: ભારતીય ઘરોમાં ૧૦ ટ્રિલિયન ડોલર (₹૮૩૦ લાખ કરોડ) નું સોનું છે, જે વિશ્વની ૧૦ મોટી સેન્ટ્રલ બેંકોના ભંડાર કરતા પણ વધુ છે. વર્ષ ૨૦૨૫-૨૬માં સોનાની આયાત પર ₹૬.૪૦ લાખ કરોડ ખર્ચાયા છે.
ક્રૂડ ઓઈલ: ભારત પોતાની જરૂરિયાતનું ૭૦% તેલ આયાત કરે છે. યુદ્ધને કારણે ક્રૂડ ૫૦% મોંઘું થયું છે, જેથી આ ખર્ચ ₹૧૭ લાખ કરોડ સુધી પહોંચી શકે છે.
વિદેશ પ્રવાસ: ભારતીયોએ વર્ષ ૨૦૨૫-૨૬માં વિદેશ પ્રવાસ પાછળ ₹૩.૬૫ લાખ કરોડ ઉડાવ્યા છે.
ખાતર: કતાર અને ઈરાન વચ્ચેના તણાવને કારણે ખાતરની આયાત પર ₹૧.૫૦ લાખ કરોડ ખર્ચ થયા છે, જે ગયા વર્ષ કરતા ૭૬% વધુ છે.
આ પણ વાંચો: PM મોદી ગુજરાત પ્રવાસે: જામનગરમાં ભવ્ય સ્વાગત, સોમનાથમાં અમૃત મહોત્સવની આપશે હાજરી

