PM મોદીની દેશવાસીઓને અપીલ: ‘એક વર્ષ સુધી સોનાના ઘરેણાં ન ખરીદો’

PM Modi Gold Appeal

PM Modi Gold Appeal  : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે તેલંગાણાના સિકંદરાબાદમાં એક વિશાળ જનસભાને સંબોધિત કરી હતી. આ દરમિયાન તેમણે મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા સંઘર્ષની વૈશ્વિક અર્થતંત્ર અને ભારત પર પડનારી સંભવિત અસરો અંગે દેશવાસીઓને માહિતગાર કર્યા હતા. વડાપ્રધાને સ્પષ્ટ કર્યું હતું કે વિશ્વમાં ગમે ત્યાં યુદ્ધ થાય, તેની અસર ભારત જેવા દેશોના બજાર અને સામાન્ય માનવીના ખિસ્સા પર પડે છે.

PM Modi Gold Appeal  : સોનું અને ઈંધણના ભાવમાં વધઘટ

PM મોદીએ જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં અસ્થિરતાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવ પ્રભાવિત થાય છે. જો યુદ્ધ લાંબુ ખેંચાય તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની સંભાવના રહેલી છે, જોકે ભારત સરકાર આ અસરોને ઓછી કરવા માટે સતત પ્રયત્નશીલ છે. આ ઉપરાંત, અસુરક્ષિત આંતરરાષ્ટ્રીય વાતાવરણને કારણે સોનાના ભાવમાં પણ મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે, કારણ કે રોકાણકારો સોનાને સૌથી સુરક્ષિત માને છે.

 

 

નાવિકોની સુરક્ષા અને ‘વર્ક ફ્રોમ હોમ

વડાપ્રધાને હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા હજારો ભારતીય નાવિકોની સુરક્ષા અંગે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે સરકાર તેમની સલામતી માટે સજાગ છે. વધુમાં, યુદ્ધના કારણે સપ્લાય ચેઈન ખોરવાતા ફરીથી ‘વર્ક ફ્રોમ હોમ’ જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. તેમણે કોરોના કાળનો ઉલ્લેખ કરતા કહ્યું કે ભારતે આ પ્રકારના સંકટોનો સામનો કરતા શીખી લીધું છે અને દેશ હવે ગમે તેવી વૈશ્વિક આપત્તિ સામે લડવા માટે સક્ષમ છે.

વિપક્ષ પર આકરા પ્રહાર

 ચૂંટણી સભા હોવાથી PM મોદીએ કોંગ્રેસ અને વિપક્ષી ગઠબંધન પર નિશાન સાધતા કહ્યું કે, જ્યારે દુનિયામાં આટલી મોટી અશાંતિ છે ત્યારે ભારતને એક મજબૂત અને નિર્ણાયક સરકારની જરૂર છે. તેમણે મતદારોને અપીલ કરી હતી કે ભારતની પ્રગતિ અને સ્થિરતા જાળવી રાખવા માટે ભાજપને મજબૂત સમર્થન આપે.

આ પણ વાંચો: પશ્ચિમ એશિયા સંઘર્ષ: હોર્મુઝ સ્ટ્રેટમાં 20,000 ભારતીય નાવિકો ફસાયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *