વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 76મો જન્મદિવસ, વડનગરથી દિલ્હી સુધીની સફર

Vadnagar to Delhi Journey

Vadnagar to Delhi Journey દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના જીવનના 76 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. એક સામાન્ય પરિવારમાંથી શરૂ થયેલી તેમની આ સફર દેશના સર્વોચ્ચ પદ સુધી પહોંચી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રચારકથી લઈને ગુજરાતના મુખ્યમંત્રી અને ત્યારબાદ સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા સુધીની તેમની આ રાજકીય યાત્રા ભારતીય રાજકારણમાં એક સીમાચિહ્ન સમાન છે.

Vadnagar to Delhi Journey : બાળપણ અને RSS સાથે જોડાણ

નરેન્દ્ર મોદીનો જન્મ 17 સપ્ટેમ્બર 1950ના રોજ ગુજરાતના વડનગર ખાતે એક સામાન્ય પરિવારમાં થયો હતો. તેમના બાળપણના દિવસો વડનગર રેલવે સ્ટેશન અને પિતાની ચાની કીટલી સાથે જોડાયેલી યાદોથી ઘેરાયેલા છે. નાની ઉંમરથી જ તેઓ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) સાથે જોડાયા અને પ્રચારક તરીકે ગુજરાતમાં સંગઠનની વિવિધ જવાબદારીઓ સંભાળી હતી. 1970ના દાયકાના અંતમાં કટોકટી (ઇમરજન્સી) દરમિયાન લોકશાહી પુનઃસ્થાપિત કરવાના આંદોલનમાં પણ તેઓ સક્રિય રહ્યા હતા.

ગુજરાતના મુખ્યમંત્રી તરીકે 13 વર્ષનો કાર્યકાળ

1987માં ભાજપમાં સક્રિય રાજકીય ભૂમિકા ભજવ્યા બાદ, 7 ઓક્ટોબર 2001ના રોજ તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. 2001ના કચ્છ ભૂકંપ જેવા પડકારો વચ્ચે તેમણે રાજ્યના વિકાસની ધુરા સંભાળી હતી. તેમના નેતૃત્વમાં ‘વાઈબ્રન્ટ ગુજરાત’ સહિત અનેક પહેલ દ્વારા રાજ્યને વિકાસના નવા પંથે લઈ જવામાં આવ્યું. તેઓ મે 2014 સુધી ગુજરાતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનારા મુખ્યમંત્રી રહ્યા.

Vadnagar to Delhi Journey 2014થી દેશના વડાપ્રધાન તરીકે સફળ નેતૃત્વ

2014ની લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ તેમને વડાપ્રધાન પદના ચહેરા તરીકે આગળ કર્યા અને ભાજપે પોતાના દમ પર પૂર્ણ બહુમતી મેળવી. 26 મે 2014ના રોજ તેમણે પ્રથમ વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા. ત્યારબાદ 2019માં 303 બેઠકો સાથે પ્રચંડ વિજય મેળવ્યો અને 2024માં NDA ગઠબંધન સાથે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લઈને ઇતિહાસ રચ્યો. પંડિત જવાહરલાલ નેહરુ બાદ તેઓ સતત ત્રણ લોકસભા ચૂંટણી જીતીને આ પદે પહોંચનારા બીજા નેતા છે.

દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પોતાના જીવનના 76 વર્ષ પૂર્ણ કરી રહ્યા છે. એક સામાન્ય પરિવારમાંથી શરૂ થયેલી તેમની આ સફર દેશના સર્વોચ્ચ પદ સુધી પહોંચી છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રચારકથી લઈને ગુજરાતના મુખ્યમંત્રી અને ત્યારબાદ સતત ત્રીજી વખત દેશના વડાપ્રધાન બનવા સુધીની તેમની આ રાજકીય યાત્રા ભારતીય રાજકારણમાં એક સીમાચિહ્ન સમાન છે.

પીએમ મોદીના 76મા જન્મદિવસે દેશભરમાં ‘સેવા સંકલ્પ અભિયાન’નો પ્રારંભ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *