પીએમ મોદીના 76મા જન્મદિવસે દેશભરમાં ‘સેવા સંકલ્પ અભિયાન’નો પ્રારંભ

PM Modi Birthday Seva Sankalp

PM Modi Birthday Seva Sankalp પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 76મા જન્મદિવસ અને તેમના જાહેર જીવનના 25 વર્ષ પૂર્ણ થવાના અવસરે આજે દેશભરમાં એક દિવસીય ભવ્ય કાર્યક્રમો અને ‘સેવા સંકલ્પ અભિયાન’નો શુભારંભ થયો છે. પ્રધાનમંત્રી દિલ્હીમાં ‘સેમિકોન ઇન્ડિયા 2026’નું ઉદ્ઘાટન કરશે, જ્યારે વારાણસી અને ગુજરાતના વડનગરમાંથી વિશેષ બાઇક રેલીઓ પ્રસ્થાન કરશે. ભાજપ દ્વારા આ નિમિત્તે આગામી એક મહિના સુધી વિવિધ સેવાકીય કાર્યોનું આયોજન કરવામાં આવ્યું છે.

PM Modi Birthday Seva Sankalp : દિલ્હીથી લઈને ગુજરાત અને કાશી સુધી ઉજવણીના રંગ

દિલ્હીમાં સવારથી જ વિવિધ કાર્યક્રમો શરૂ થઈ ગયા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી યશોભૂમિ ખાતે ‘સેમિકોન ઇન્ડિયા 2026’નું ઉદ્ઘાટન કરશે, જેની થીમ “સિલિકોન ટુ સિસ્ટમ્સ, બિલ્ડીંગ ધ ઇકોસિસ્ટમ” રાખવામાં આવી છે. આ ઉપરાંત ત્યાગરાજ સ્ટેડિયમ ખાતે રક્તદાન શિબિર અને સાંજે કર્તવ્ય પથ પર એક લાખ દીવા પ્રગટાવવાનો કાર્યક્રમ યોજાશે. દિલ્હીમાં આ અભિયાન હેઠળ આગામી એક મહિનામાં રૂ. 13,800 કરોડના પ્રોજેક્ટ્સ પણ શરૂ થશે.

PM Modi Birthday Seva Sankalp વારાણસી અને વડનગરથી ભવ્ય બાઇક યાત્રા

વારાણસીમાં 51 સેવાયાત્રીઓ દ્વારા લલિતા ઘાટ પર ગંગા જળ એકત્રિત કરી બાબા વિશ્વનાથ મંદિરમાં જળાભિષેક કરવામાં આવશે. ત્યારબાદ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને રક્ષામંત્રી રાજનાથ સિંહ ‘સેવા સંકલ્પ બાઇક યાત્રા’ને લીલી ઝંડી આપશે. બીજી તરફ, ગુજરાતના વડનગર ખાતેથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શર્મિષ્ઠા તળાવ અને હાટકેશ્વર મહાદેવ મંદિરે મહાઆરતી કરી બાઇક યાત્રા અને સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરાવશે. આ બંને બાઇક યાત્રાઓ 10 રાજ્યોના 193 જિલ્લાઓમાંથી પસાર થઈને 7 ઓક્ટોબરે સંપન્ન થશે.

ગુજરાતમાં દીપોત્સવી જેવો માહોલ

ગુજરાતમાં સાંજે 6 વાગ્યે ભજન સંધ્યા અને સત્સંગ બાદ રાજ્યભરમાં 18,500થી વધુ સ્થળોએ 88 લાખથી વધુ માટીના દીવા પ્રગટાવીને અનોખી ઉજવણી કરવામાં આવશે. અમદાવાદના કાંકરિયા તળાવ ખાતે પણ ‘આશીર્વાદ કા દિયા’ કાર્યક્રમનું આયોજન કરાયું છે.

PM મોદીનું મેલબોર્ન સંબોધન : આ શો હાઉસફુલ અને બ્લોકબસ્ટર છે!” ભારત-ઓસ્ટ્રેલિયાના મજબૂત સંબંધો પર ભાર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *