Rahul Gandhi Supreme Court Petition લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે (12 ઓક્ટોબર) સાંજે સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચ વિરુદ્ધ વ્યક્તિગત અરજી દાખલ કરી છે. અરજીમાં મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)માં વ્યાપકપણે નામો કાઢી નાખવા અને અનિયમિતતાઓના આરોપો મૂકવામાં આવ્યા છે.
Rahul Gandhi Supreme Court Petition મુખ્ય માંગણીઓ
રાહુલ ગાંધીએ સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચ વિરુદ્ધ PIL દાખલ કરી. SIR પ્રક્રિયા પર રોક અને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ કરાઈ
11 નેતાઓની સહીવાળી અરજી
આ જાહેર હિતની અરજી (PIL) પર અખિલ ભારતીય ગઠબંધન (INDIA)ના 11 નેતાઓએ સહી કરી છે. રાહુલ ગાંધી ઉપરાંત અરજદારોમાં કોંગ્રેસ પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, RJD નેતા તેજસ્વી યાદવ, તૃણમૂલ કોંગ્રેસના નેતા સૌગત રોય, શિવસેના નેતા સંજય રાઉત અને CPIMના મહાસચિવ એમ.એ. બેબીનો સમાવેશ થાય છે.વિપક્ષ દ્વારા આ અરજી ચૂંટણી પ્રક્રિયામાં કથિત ગેરરીતિઓ અને મતદારોના અધિકારોના રક્ષણ માટે દાખલ કરવામાં આવી છે.
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ સોમવારે (12 ઓક્ટોબર) સાંજે સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચ વિરુદ્ધ વ્યક્તિગત અરજી દાખલ કરી છે. અરજીમાં મતદાર યાદીઓના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR)માં વ્યાપકપણે નામો કાઢી નાખવા અને અનિયમિતતાઓના આરોપો મૂકવામાં આવ્યા છે.

