Rahul Gandhi’s visit to Gujarat :રાહુલ ગાંધીની બે દિવસીય ગુજરાત મુલાકાતનો કાર્યક્રમ જાહેર

Rahul Gandhi’s visit to Gujarat- લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આવતીકાલે, 7 માર્ચ 2025, ગુરુવારના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આગામી ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત બનાવવાની માટે તેમણે ગુજરાતની પ્રવાસ યોજી છે. તેઓનો કાર્યક્રમ હવે જાહેર કરવામાં આવ્યો છે.

રાહુલ ગાંધીનું 7 માર્ચ 2025નું શિડ્યૂલ (Rahul Gandhi’s visit to Gujarat)

8.55 AM: ઈન્ડિગો ફ્લાઇટથી દિલ્હીથી અમદાવાદ પહોંચશે.
10:30 AM – 11:00 AM: પીસીસી અધ્યક્ષ અને જીપીસીસીના વરિષ્ઠ નેતાઓ સાથે બેઠક.
11:00 AM – 1:00 PM: રાજકીય બાબતોની સમિતિની બેઠક.
1:00 PM – 2:00 PM: આરામ.
2:00 PM – 3:00 PM: જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષો સાથે બેઠક.
3:00 PM – 5:00 PM: બ્લોક કોંગ્રેસ અધ્યક્ષો સાથે બેઠક.

8 માર્ચ 2025નું શિડ્યૂલ

10:30 AM – 12:30 PM: પક્ષના નેતાઓ સાથે બેઠક અને સ્થાનિક કાર્યકર્તાઓ અને પૂર્વ ઉમેદવારો સાથે ચર્ચા.
1:45 PM: એર ઈન્ડિયાની ફ્લાઇટથી અમદાવાદથી દિલ્હી રવાના.

રાહુલ ગાંધીની આ ગુજરાત મુલાકાતને ગુજરાતમાં કોંગ્રેસના સભ્યો અને કાર્યકર્તાઓ માટે મોટી અપેક્ષાઓ સાથે જોઈ રહી છે, જ્યાં તેઓ ઉમેદવારો સાથે ચર્ચા અને આગામી ચૂંટણી માટે દૃઢ વ્યૂહરચના પર ધ્યાન આપશે.નોંધનીય છે કે રિપોર્ટ અનુસાર, 8 અને 9 એપ્રિલ, 2025ના રોજ ગુજરાતના અમદાવાદમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન યોજવામાં આવશે. આ અધિવેશનની તારીખોની જાહેરાત સાથે સાથે, કોંગ્રેસ પાર્ટી ગુજરાત વિધાનસભા ચૂંટણી 2027 માટે હવેથી જ એક્શન મોડમાં આવી છે.

 

આ પણ વાંચો – સુરેન્દ્રનગરમાં મગફળીના ગોડાઉનમાં લાગી ભીષણ આગ, કરોડોનું નુકસાનની ભીતિ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *