રાજકોટમાં મોટી દુર્ઘટના ટળી: પક્ષી અથડાતા એર ઇન્ડિયા ફ્લાઇટનું ઇમરજન્સી લેન્ડિંગ

Rajkot Airport Flight News

Rajkot Airport Flight News : રાજકોટના આંતરરાષ્ટ્રીય હિરાસર એરપોર્ટ પર આજે એક મોટી વિમાન દુર્ઘટના થતાં થતાં અટકી ગઈ હતી. રાજકોટથી દિલ્હી જઈ રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ સાથે ટેકઓફ દરમિયાન અચાનક પક્ષી અથડાવાની ઘટના સામે આવી હતી. આ અકસ્માતને પગલે વિમાનમાં તાત્કાલિક ટેક્નિકલ ખામી સર્જાઈ હતી. જોકે, પાયલોટે ભારે સતર્કતા અને કુશળતા દાખવીને ફ્લાઇટનું હિરાસર એરપોર્ટ પર જ સુરક્ષિત રીતે ઇમરજન્સી લેન્ડિંગ કરાવી લેતા એરપોર્ટ પ્રશાસન અને મુસાફરોએ રાહતનો શ્વાસ લીધો હતો.

 Rajkot Airport Flight News :124 મુસાફરોના જીવ અધ્ધર થઈ ગયા 

મળતી માહિતી અનુસાર, એર ઇન્ડિયાની આ ફ્લાઇટમાં કુલ 124 જેટલા મુસાફરો સવાર હતા. વિમાન રનવે પરથી હવામાં ફંટાયું કે તુરંત જ એક પક્ષી સીધું એન્જિનના પંખા સાથે અથડાયું હતું. પક્ષી ખૂબ જ સ્પીડમાં અથડાવાને કારણે વિમાનના એન્જિન ફેનની બ્લેડને મોટું નુકસાન પહોંચ્યું હતું. પક્ષી અથડાવાની સાથે જ પાયલોટને એન્જિનમાં ટેક્નિકલ ખામી અને ક્ષતિ સર્જાઈ હોવાની વોર્નિંગ મળી ગઈ હતી. હવામાં જ એન્જિનમાં ખામી સર્જાતા મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો.

પાયલોટની સમયસૂચકતા અને વૈકલ્પિક વ્યવસ્થા 

આવી કટોકટીની સ્થિતિમાં પણ પાયલોટે જરાય ગભરાયા વિના સમયસૂચકતા વાપરીને વિમાન પર કાબૂ મેળવ્યો હતો. પાયલોટે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલ (ATC) નો સંપર્ક કરીને વિમાનને સુરક્ષિત રીતે રનવે પર પાછું ઉતારી લીધું હતું. પાયલોટની આ ત્વરિત કામગીરીના કારણે મોટી જાનહાનિ ટળી હતી. હાલ એન્જિનિયરો દ્વારા તપાસ બાદ વિમાનને ગ્રાઉન્ડેડ કરી દેવાયું છે અને તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે. અન્ય મુસાફરો દિલ્હી પહોંચી શકે તે માટે એરલાઇન્સ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: મહારાષ્ટ્રના જલગાંવમાં ગમખ્વાર અકસ્માત, ગુજરાતના 4 સહિત 6 લોકોના મોત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *