Reliance Industries Top 100માં સામેલ: બે દિવસમાં શેર 12% ઉછળ્યો, માર્કેટ કેપ ₹17.60 લાખ કરોડે પહોંચ્યું

Reliance Industries Market Cap

Reliance Industries Market Cap માં છેલ્લા બે દિવસ દરમિયાન નોંધપાત્ર વધારો થયો છે. દેશની સૌથી વધુ માર્કેટ વેલ્યુ ધરાવતી કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં બે દિવસમાં આશરે 12 ટકાનો ઉછાળો નોંધાયો છે. આ વધારા સાથે મુકેશ અંબાણીની કંપની ફરી એકવાર વિશ્વની ટોચની 100 કંપનીઓની યાદીમાં સામેલ થઈ છે. આ યાદીમાં સ્થાન મેળવનારી રિલાયન્સ એકમાત્ર ભારતીય કંપની છે.

શેરબજારમાં સોમવારે રિલાયન્સના શેરમાં 11.64 ટકાનો વધારો થયો હતો. ત્યારબાદ મંગળવારે પણ શેરમાં 0.55 ટકાનો ઉછાળો નોંધાયો હતો. આ વધારાને પગલે કંપનીનું માર્કેટ કેપ આશરે રૂ. 17.60 લાખ કરોડ સુધી પહોંચી ગયું છે.

companiesmarketcap.com ના આંકડા પ્રમાણે, રિલાયન્સનું બજારમૂલ્ય 187.39 અબજ ડોલર નોંધાયું છે. આ સાથે વિશ્વની સૌથી વધુ માર્કેટ કેપ ધરાવતી કંપનીઓની યાદીમાં રિલાયન્સ 99મા ક્રમે પહોંચી છે. લાંબા સમય બાદ કંપનીએ ફરી આ યાદીમાં સ્થાન મેળવ્યું છે.

Reliance Industries Market Cap સાથે વૈશ્વિક કંપનીઓની યાદીમાં સ્થાન

વિશ્વની સૌથી વધુ માર્કેટ કેપ ધરાવતી કંપનીઓમાં એનવિડિયા પ્રથમ ક્રમે છે. તેનું માર્કેટ કેપ 4.990 ટ્રિલિયન ડોલર છે. જ્યારે એપલ 4.843 ટ્રિલિયન ડોલર સાથે બીજા સ્થાને છે.

ટોચની 100 કંપનીઓની યાદીમાં અમેરિકાનું વર્ચસ્વ સ્પષ્ટ જોવા મળે છે. આ યાદીમાં અમેરિકાની 62 કંપનીઓ છે, જ્યારે ચીનની 10 કંપનીઓને સ્થાન મળ્યું છે. બ્રિટનની પાંચ કંપનીઓનો પણ સમાવેશ થાય છે. સ્વિટ્ઝર્લેન્ડ અને ફ્રાન્સની ત્રણ-ત્રણ કંપનીઓ છે. જાપાન, ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયાની બે-બે કંપનીઓ યાદીમાં સામેલ છે.

ટોચની 10 કંપનીઓમાં અમેરિકાની આઠ કંપનીઓ છે. તેમાં એનવિડિયા, એપલ, માઇક્રોસોફ્ટ, આલ્ફાબેટ, એમેઝોન, સ્પેસએક્સ, મેટા પ્લેટફોર્મ્સ અને બ્રોડકોમનો સમાવેશ થાય છે. તાઇવાનની TSMC 2.099 ટ્રિલિયન ડોલર સાથે છઠ્ઠા ક્રમે છે.

Gujarat High Court Passport Renewal: આરોપીને 10 વર્ષની મંજૂરી