Surat to Somnath Sleeper Bus પવિત્ર શ્રાવણ માસ [Shravan Month] માં ભગવાન સોમનાથ [Somnath Temple] ના દર્શને જતાં ભક્તો માટે રાજ્ય સરકાર દ્વારા એક અત્યંત રાહતભર્યા અને ખુશીના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત એસ.ટી. નિગમ [Gujarat ST Corporation] દ્વારા સુરત અને સોમનાથ તેમજ અમરેલી અને સોમનાથ વચ્ચે નવી સ્લીપર બસ સેવાઓ [Sleeper Bus Service] શરૂ કરવામાં આવી છે. શ્રાવણ માસ દરમિયાન દૂર-દૂરથી આવતા યાત્રિકોને હવે મુસાફરીમાં મોટી સુવિધા મળશે.
Surat to Somnath Sleeper Bus સુરતથી સોમનાથ સ્લીપર બસનો રૂટ અને સમય
શ્રદ્ધાળુઓની ભારે માંગને ધ્યાનમાં રાખીને એસ.ટી. વિભાગે આ વિશેષ રૂટ શરૂ કર્યો છે. સુરતથી સોમનાથ મંદિર દર્શનાર્થે આવતા મુસાફરો માટે આ સ્લીપર બસ બપોરે ૨:૩૦ વાગ્યે ઉપડશે.
-
આ બસ વડોદરા [Vadodara], રાજકોટ [Rajkot], જેતપુર [Jetpur], જૂનાગઢ [Junagadh], કેશોદ [Keshod] અને વેરાવળ [Veraval] થઈને બીજા દિવસે વહેલી સવારે સોમનાથ પહોંચશે.
-
આ નવી સ્લીપર બસ સેવા શરૂ થવાથી બંને શહેરો વચ્ચે પ્રવાસ કરતાં મુસાફરો અને શ્રદ્ધાળુઓને મોટો લાભ પ્રાપ્ત થશે.
અમરેલીથી સોમનાથ માટે પણ નવી બસ સેવા (Amreli to Somnath Bus Service)
સુરત ઉપરાંત અમરેલીથી સોમનાથ જવા માટે પણ મુસાફરોને મોટી રાહત આપતાં એસટી વિભાગે નવી બસ સેવા શરૂ કરી છે. શ્રાવણ માસમાં શિવાલયોમાં ભક્તોની ભારે ભીડ જોવા મળે છે, ત્યારે આ વિશેષ બસો શરૂ થવાથી મુસાફરોને સરળ અને આરામદાયક પરિવહન સુવિધા મળી રહેશે.

