જિગ્નેશ મેવાણી વિવાદ: કોંગ્રેસની ટિકિટ માટે 4 લાખ રૂપિયા લીધાનો પૂર્વ સરપંચનો આરોપ

જિગ્નેશ મેવાણી

કોંગ્રેસના વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી એક નવા વિવાદમાં સપડાયા છે. ટોકરિયા ગામના પૂર્વ સરપંચ યાકુબ શેરાસિયાએ જાહેરમાં તેમના પર ટિકિટ માટે રૂ. 4 લાખ લેવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. આ સમગ્ર ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

ટિકિટ માટે જિગ્નેશ મેવાણી પર રૂ. 4 લાખ લીધાનો આક્ષેપ

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલો આ વીડિયો 28 સપ્ટેમ્બર, 2026ના રોજનો હોવાનું કહેવાય છે. આ દિવસે વડગામ તાલુકાના ટોકરિયા ગામમાં એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ જાહેર સભામાં પૂર્વ સરપંચ યાકુબ શેરાસિયાએ હાજર લોકોની વચ્ચે જિગ્નેશ મેવાણી પર આ ગંભીર આરોપ લગાવ્યો હતો.

પૂર્વ સરપંચ યાકુબ શેરાસિયાએ જાહેરમાં જણાવ્યું હતું કે, રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી વખતે તેમના એક મિત્રને કોંગ્રેસ પક્ષ તરફથી ટિકિટ જોઈતી હતી. આ ટિકિટ અપાવવા માટે તેમણે પાલનપુર સર્કિટ હાઉસ ખાતે રૂ. 4 લાખ રોકડા આપ્યા હતા. તેમણે વધુમાં આક્ષેપ કર્યો કે મિત્રને ટિકિટ તો ન મળી, પરંતુ આજ દિન સુધી તેમના પૈસા પણ પરત મળ્યા નથી.

જિગ્નેશ મેવાણી અંગે ભાજપ અને કોંગ્રેસની પ્રતિક્રિયા

આ ઘટના સામે આવતા ગુજરાતના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, આ વીડિયો દ્વારા કોંગ્રેસ અને તેના ધારાસભ્યનો અસલી ચહેરો લોકો સમક્ષ ખુલ્લો પડી ગયો છે. એક કાર્યકર્તા પાસેથી રોકડા રૂપિયા લેવાનો આરોપ તેમની જ હાજરીમાં એક મુસ્લિમ નેતાએ લગાવ્યો છે.

બીજી તરફ, કોંગ્રેસ નેતા તુષાર ચૌધરીએ બચાવ કરતા કહ્યું કે સોશિયલ મીડિયા પર કોઈની પણ સામે આરોપ લગાવી શકાય છે. તેમણે સ્પષ્ટતા કરી કે ધારાસભ્યએ યાકુબભાઈ પાસેથી કોઈ પૈસા લીધા નથી. આ મુદ્દો મોવડી મંડળ સમક્ષ ઉઠાવવાના બદલે સીધો જાહેર સભામાં ઉછાળવો એ જિગ્નેશ મેવાણીને બદનામ કરવાનું ષડયંત્ર લાગી રહ્યું છે.

mustak malek

ગુજરાત ATS અને ICG ની મોટી કાર્યવાહી: મધદરિયે 3000 કરોડના ડ્રગ્સ સાથે 5 પાકિસ્તાનીઓની ધરપકડ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *