ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં નવો વળાંક: પાંચ પ્રત્યક્ષદર્શીઓ ઝડપ અંગેના નિવેદનથી ફરી ગયા
ISKCON Bridge Accident Caseમાં અમદાવાદની ટ્રાયલ કોર્ટમાં પાંચ પ્રત્યક્ષદર્શીઓની જુબાની બાદ નવો વળાંક આવ્યો છે. નવ લોકોનાં મૃત્યુ અને 13 લોકોને ઇજા પહોંચાડનારા જુલાઈ 2023ના અકસ્માતમાં આ સાક્ષીઓએ 18 નવેમ્બરે કોર્ટમાં જણાવ્યું હતું કે તેમને અકસ્માત સમયે કારની ઝડપની જાણ નહોતી. અગાઉ મેજિસ્ટ્રેટ સમક્ષ નોંધાવેલા નિવેદનોથી આ જુબાની અલગ હોવાનું સામે આવ્યું છે. અમદાવાદના સરખેજ-ગાંધીનગર…

