સુરત-તાપીમાં દૂધ મોંઘું: સુમુલ ડેરીએ ભાવમાં રૂ. 6 સુધીનો કર્યો વધારો, 19 નવેમ્બરની બપોરથી નવા દરો અમલી

Sumul Dairy Milk Price Hike

Sumul Dairy Milk Price Hike દિવાળી તહેવાર બાદ સીએનજી અને અમૂલ ડેરીના ભાવ વધારા બાદ હવે સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ (સુમુલ ડેરી) દ્વારા પણ દૂધના વેચાણ ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સુમુલ ડેરીએ દૂધના ભાવમાં પ્રતિ રૂ. ૨ થી રૂ. ૬ સુધીનો વધારો ઝીંક્યો છે, જેની સીધી અસર સુરત અને તાપી જિલ્લાના ગ્રાહકો પર પડશે.

સુમુલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર દ્વારા જારી કરાયેલા સત્તાવાર પરિપત્ર મુજબ, નવા ભાવ ૧૯ નવેમ્બર ૨૦૨૬ની બપોરથી લાગુ કરવામાં આવ્યા છે. સુરત અને તાપી જિલ્લામાં રોજિંદા ૧૨ લાખથી વધુ દૂધનું વેચાણ થાય છે, ત્યારે આ ભાવવધારાથી સામાન્ય પરિવારોના બજેટ પર અસર પડવાની શક્યતા છે.

Sumul Dairy Milk Price Hike: કયા દૂધમાં કેટલો વધારો?

નવા ભાવપત્રક અનુસાર, ૫૦૦ એમએલના પાઉચમાં રૂ. ૨ અને ૧ લિટરના પાઉચમાં રૂ. ૪ નો વધારો કરાયો છે. જ્યારે સૌથી વધુ રૂ. ૬ નો વધારો અમૂલ બફેલો મિલ્કના ૧ લિટરના પાઉચમાં કરવામાં આવ્યો છે.દૂધના ભાવ વધવાથી આગામી દિવસોમાં ચા-કોફી, હોટલો, મીઠાઈ અને અન્ય ડેરી ઉત્પાદનોના ભાવમાં પણ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે