ભાજપ ખેડા જિલ્લા દ્વારા સંગઠનાત્મક નિમણૂકો જાહેર: મહેમદાવાદના રમેશભાઈ ખેમચંદ નાનકવાણીની વેપારી સેલના કન્વીનર તરીકે ખાસ વરણી
ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લા દ્વારા સંગઠનાત્મક માળખાને વધુ મજબૂત બનાવવાના હેતુથી વિવિધ સેલના કન્વીનર અને સહ કન્વીનરની યાદી જાહેર કરવામાં આવી છે. ઝોન મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ અને જિલ્લા પ્રભારી રમેશભાઈ દેસાઈ સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કર્યા બાદ આ નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં મહેમદાવાદ પંથકમાંથી અગ્રણી નેતાની ખાસ નિમણૂક કરવામાં આવી છે….

