ભાજપ ખેડા જિલ્લા દ્વારા સંગઠનાત્મક નિમણૂકો જાહેર: મહેમદાવાદના રમેશભાઈ ખેમચંદ નાનકવાણીની વેપારી સેલના કન્વીનર તરીકે ખાસ વરણી

BJP Kheda Cell Appointments

ભારતીય જનતા પાર્ટી ખેડા જિલ્લા દ્વારા સંગઠનાત્મક માળખાને વધુ મજબૂત બનાવવાના હેતુથી વિવિધ સેલના કન્વીનર અને સહ કન્વીનરની યાદી જાહેર કરવામાં આવી છે. ઝોન મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણ અને જિલ્લા પ્રભારી  રમેશભાઈ દેસાઈ સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કર્યા બાદ આ નામોની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ યાદીમાં મહેમદાવાદ પંથકમાંથી અગ્રણી નેતાની ખાસ નિમણૂક કરવામાં આવી છે.

મહેમદાવાદ તાલુકાના અગ્રણી એવા  રમેશભાઈ ખેમચંદ નાનકવાણીની ભાજપના ‘વેપારી સેલ’ ના કન્વીનર તરીકે વિશેષ વરણી કરવામાં આવી છે. વેપારી વર્ગોના પ્રશ્નો અને સંગઠનની પ્રવૃત્તિઓને વેગ આપવા માટે તેમને આ મહત્વની જવાબદારી સોંપવામાં આવી છે.

BJP Kheda Cell Appointments: મહેમદાવાદમાં ખુશીનો માહોલ

રમેશભાઈ નાનકવાણીની આ નિમણૂકથી મહેમદાવાદ પંથકના વેપારી આલમ અને રાજકીય બેડામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પાર્ટી પ્રત્યેની તેમની નિષ્ઠા અને સંગઠન ક્ષમતાને ધ્યાનમાં રાખીને આ જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે સ્થાનીક અગ્રણીઓ અને કાર્યકરોએ તેમને પુષ્પગુચ્છ પાઠવીને અભિનંદન પાઠવ્યા છે. આ સાથે જ ખેડા જિલ્લા ભાજપ દ્વારા અન્ય સેલોમાં પણ વિવિધ હોદ્દેદારોની નિમણૂકો કરવામાં આવી છે, જે આગામી સમયમાં પક્ષની કામગીરીને વધુ મજબૂત બનાવશે.

આ પણ વાંચો  મહેમદાવાદમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ: પૂર્વ કાઉન્સિલર દર્શન પટેલ ઉર્ફે ફિફો સહિત 4ની ધરપકડ