અમદાવાદના ઇસનપુરમાં AMCનું બુલડોઝર ચાલ્યું: અંબા તળાવ આસપાસથી 160 ગેરકાયદેસર દબાણો તોડી પડાયા
Isanpur Demolition Drive : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરમાંથી ગેરકાયદેસર દબાણો નાબૂદ કરવા માટે વધુ એક મોટી અને કડક ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરના દક્ષિણ ઝોનમાં આવેલા ઇસનપુર વિસ્તારના ઐતિહાસિક અંબા તળાવ (Amba Talav) ની આસપાસ વર્ષોથી ખડકાયેલા ગેરકાયદેસર બાંધકામો પર પાલિકાનું બુલડોઝર ફરી વળ્યું છે. એએમસીની આ મેગા ડ્રાઈવ…

