સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં સુધારા પર ભારતનો મક્કમ પક્ષ: વીટો પાવર વગરની કાયમી સભ્યતા મંજૂર નથી, સમાન અધિકારોની માંગ

UNSC Reforms India Veto Power

UNSC Reforms India Veto Power: સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં સુધારાની માંગને ભારતે ફરી એકવાર અત્યંત મજબૂત રીતે રજૂ કરી છે. 26 ઓક્ટોબર, 2026ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભારતના કાયમી પ્રતિનિધિ પરવતનેની હરીશે સ્પષ્ટ કર્યું કે સુરક્ષા પરિષદમાં નવા કાયમી સભ્યો ઉમેરવામાં આવે તો તેમને પણ સમાન અધિકારો મળવા જોઈએ. વીટો પાવર વિના નવી કાયમી બેઠકો ઊભી કરવાથી સભ્યો વચ્ચે અસમાનતા વધશે, તેવી ભારતની સ્પષ્ટ દલીલ છે.

ભારતના પ્રતિનિધિએ જણાવ્યું કે વીટો પાવર માત્ર રાજકીય સ્વાર્થ સાધવાનું સાધન ન હોવું જોઈએ, પરંતુ તેનો ઉપયોગ આંતરરાષ્ટ્રીય શાંતિ અને સુરક્ષા જાળવવાની જવાબદારી સાથે થવો જોઈએ. ભારતે એવું પણ ધ્યાન દોર્યું કે સુરક્ષા પરિષદના પાંચ કાયમી સભ્યોમાંથી બે દેશોએ સાડા ત્રણ દાયકાથી વધુ સમયથી વીટોનો ઉપયોગ કર્યો નથી, જ્યારે મોટાભાગના વીટો કે ધમકીઓ અન્ય ત્રણ સભ્યો તરફથી આવી છે. ભારતના મતે, નવા કાયમી સભ્યોને વીટો પાવર વિના સ્થાન આપવાથી સુરક્ષા પરિષદમાં બે અલગ વર્ગ ઊભા થશે, જે અસમાન વ્યવસ્થા સમાન છે.

UNSC Reforms India Veto Power: ૧૯૪૫ની નહીં, આજના વિશ્વની વાસ્તવિકતાઓ દર્શાવતી વ્યવસ્થાની જરૂર

ભારતે ‘આમ સહમતિ’ના નામે કમિટીઓમાં ઉપયોગમાં લેવાતા અલિખિત નિયમો અને છુપાયેલા વીટો સામે પણ ગંભીર વાંધો ઉઠાવ્યો છે, જેના કારણે નિર્ણયો અટકાવી શકાય છે. વર્ષ 2022માં અપનાવાયેલા ઠરાવ 76/262 (વીટો પહેલ) છતાં મોટા પ્રમાણમાં વીટોનો ઉપયોગ થતો હોવાથી વ્યાપક સુધારાની અનિવાર્યતા છે. ભારતે સ્પષ્ટ સમયમર્યાદા સાથે દસ્તાવેજ આધારિત ઔપચારિક વાટાઘાટો શરૂ કરવાની માંગ કરી છે જેથી 1945ની રચનાને બદલે આજના વિશ્વની બદલાયેલી વાસ્તવિકતાઓને પ્રતિબિંબિત કરી શકાય.સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં સુધારાની માંગને ભારતે ફરી એકવાર અત્યંત મજબૂત રીતે રજૂ કરી છે. 26 ઓક્ટોબર, 2026ના રોજ સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમાં ભારતના કાયમી પ્રતિનિધિ પરવતનેની હરીશે સ્પષ્ટ કર્યું કે સુરક્ષા પરિષદમાં નવા કાયમી સભ્યો ઉમેરવામાં આવે તો તેમને પણ સમાન અધિકારો મળવા જોઈએ.

આ પણ વાંચો બ્રાઝિલની રાષ્ટ્રપતિ ચૂંટણીમાં લૂલા ડા સિલ્વાની ઐતિહાસિક જીત: ચોથી વખત સંભાળશે સત્તા