‘1000 મિસાઈલો લોક્ડ એન્ડ લોડેડ’: ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી, એક વર્ષ સુધી સતત હુમલાની ચેતવણી

Donald Trump Threat iran : અમેરિકા અને ઈરાન વચ્ચેનો તણાવ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને સીધી અને આકરી ચેતવણી આપતા સમગ્ર વિશ્વમાં ખળભળાટ મચાવી દીધો છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકાની 1000 મિસાઈલો હાલમાં ઈરાન તરફ “લોક્ડ એન્ડ લોડેડ” (Locked and Loaded) સ્થિતિમાં તૈનાત છે.

Donald Trump Threat iran : શું છે ટ્રમ્પની ચેતવણી?

નોંધનીય છે કે ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘ટ્રુથ સોશિયલ’ (Truth Social) પર ઈરાનને સખત શબ્દોમાં સંભળાવ્યું છે. તેમણે કહ્યું કે, “જો ઈરાની સરકાર વિશ્વના કોઈપણ ખૂણે મારા વિરુદ્ધ હત્યાની કોઈ પણ યોજના કે ષડયંત્ર રચશે, તો અમેરિકા ઈરાનના તમામ વિસ્તારોને સંપૂર્ણપણે તબાહ કરી દેશે.” ટ્રમ્પે ઉમેર્યું કે આ માટેના આદેશો પહેલેથી જ આપી દેવામાં આવ્યા છે અને અમેરિકી સેના આ માટે સંપૂર્ણ તૈયાર છે. ટ્રમ્પની આ ધમકી ઈરાન દ્વારા તેમને જાનથી મારી નાખવાની કથિત સાજીશના અહેવાલો બાદ આવી છે, જેણે આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે.

Donald Trump Threat iran : મસ્કટમાં મહત્વપૂર્ણ બેઠક

એક તરફ યુદ્ધના એંધાણ છે, તો બીજી તરફ ઓમાનની રાજધાની મસ્કટ (Muscat) માં રાજદ્વારી સ્તરે મથામણ ચાલી રહી છે. શનિવારે ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચી (Abbas Araghchi) અને ઓમાનના વિદેશ મંત્રી સૈયદ બદ્ર અલ-બુસૈદી વચ્ચે મહત્વની બેઠક યોજાઈ રહી છે. આ બેઠકનો મુખ્ય એજન્ડા ‘હોર્મુઝ જલડમરુમધ્ય’ (Strait of Hormuz) અને સમુદ્રી સુરક્ષા છે. અમેરિકા ઈચ્છે છે કે ઈરાન આ બેઠક બાદ સાર્વજનિક રીતે દરિયાઈ માર્ગને ખુલ્લો રાખવાની અને જહાજો પર હુમલા ન કરવાની ખાતરી આપે.

અમેરિકાનો કડક વલણ

અમેરિકી અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે જો ઈરાન પોતાની આક્રમક નીતિમાં ફેરફાર નહીં કરે, તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે. અધિકારીઓના મતે, જો ઈરાન હોર્મુઝ જલડમરુમધ્યમાં શાંતિ જાળવવા સહમત નહીં થાય, તો અમેરિકા પોતાની તમામ સૈન્ય અને આર્થિક શક્તિનો પ્રયોગ કરતા અચકાશે નહીં. નિષ્ણાતો માને છે કે જો સ્થિતિ નહીં સુધરે, તો આવનારા દિવસો ઈરાન માટે અત્યંત કપરા સાબિત થઈ શકે છે. અયાતુલ્લા ખોમેનીના અવસાન બાદ બદલાયેલા સમીકરણો વચ્ચે, બંને દેશો વચ્ચેનો આ સંઘર્ષ હવે સીધા યુદ્ધ તરફ આગળ વધી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.

આ પણ વાંચો: ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામૈનીને મશહદમાં ઈમામ રઝાની દરગાહમાં સુપર્દે એ ખાક

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *