ત્રિપુરા DGP અનુરાગ ધનખડની પોલીસ હેડક્વાર્ટરમાં આત્મહત્યા; તપાસના આદેશ

Tripura DGP Anurag Dhankhar Death : ત્રિપુરાના પોલીસ મહાનિર્દેશક (DGP) અનુરાગ ધનખડના નિધનના સમાચારથી સમગ્ર રાજ્યમાં શોકની લાગણી પ્રસરી ગઈ છે. સોમવારે અગરતલા સ્થિત પોલીસ હેડક્વાર્ટરમાં આવેલી તેમની ઓફિસમાં જ આ દુર્ઘટના ઘટી હતી, જેમાં તેમણે જીવન ટૂંકાવ્યું છે.

Tripura DGP Anurag Dhankhar Death ઘટનાની વિગતો:

૧૯૯૪ બેચના વરિષ્ઠ IPS અધિકારી એવા અનુરાગ ધનખડ સોમવારે પોતાની ઓફિસમાં હતા ત્યારે આ આઘાતજનક ઘટના બની હતી. તેમને ગંભીર હાલતમાં તાત્કાલિક અસરથી GB પંત હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ત્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની ગંભીરતાને જોતા ત્રિપુરાના મુખ્યમંત્રી માણિક સાહા, મુખ્ય સચિવ જે.કે. સિંહા અને રાજ્ય સરકારના અન્ય વરિષ્ઠ અધિકારીઓ તાત્કાલિક હોસ્પિટલ પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

વહીવટી તંત્રની કાર્યવાહી:

આ ઘટના બાદ અગરતલા પોલીસ હેડક્વાર્ટરમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા આ સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ઘટના પાછળના ચોક્કસ કારણો હજુ સ્પષ્ટ થયા નથી, પરંતુ પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છે. એક વરિષ્ઠ અધિકારીના આ પ્રકારના અચાનક નિધનથી સમગ્ર દેશના વહીવટી અને પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.

આ પણ વાંચો: ‘આ સરકાર નથી, પણ અહંકાર છે’: સંસદ માર્ચમાં લાઠીચાર્જથી વિપક્ષ ભડક્યો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *