વિરાટ કોહલીનું મોટું એલાન: આગામી વન-ડે વર્લ્ડ કપ હશે કારકિર્દીનો આખરી વર્લ્ડ કપ!

Virat Kohli ODI World Cup

Virat Kohli ODI World Cup  ભારતના લેજન્ડરી બેટ્સમેન વિરાટ કોહલીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે આવતા વર્ષે રમાનાર વન ડે વર્લ્ડ કપ ભારત માટે તેનો આખરી વર્લ્ડ કપ હશે, જેમાં તે ટાઈટલ જીતવાના લક્ષ્યને પૂરું કરવા માટે પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી દઈશ. હાલ 37 વર્ષીય કોહલી માત્ર એક જ વન-ડે ફોર્મેટમાં રમી રહ્યો છે. વિરાટે વેસ્ટ ઈન્ડિઝ સામેની વન-ડે શ્રેણી પહેલા ‘જિયોસ્ટાર’ સાથેની વાતચીતમાં પોતાના ભવિષ્ય વિશે આ ખુલાસો કર્યો હતો, જ્યારે રોહિત શર્માએ પણ વન-ડે વર્લ્ડ કપ પર પોતાનું રિએક્શન આપ્યું હતું.

Virat Kohli ODI World Cup : ટાઈટલ જીતવા માટે સર્વસ્વ દાવ પર લગાવીશ

આવતા વર્ષના વર્લ્ડ કપની યજમાની સાઉથ આફ્રિકા, ઝિમ્બાબ્વે અને નામીબિયા સંયુક્ત રીતે કરવાના છે.

  • છેલ્લો વર્લ્ડ કપ: વિરાટ કોહલીએ જણાવ્યું હતું કે મારા માટે આ છેલ્લો વર્લ્ડ કપ હશે જે હું ભારત માટે રમીશ અને તે જ મારી સૌથી મોટી પ્રેરણા છે.

  • જીત માટે સમર્પણ: તેમણે સ્પષ્ટ કર્યું કે હું મારું સર્વસ્વ દાવ પર લગાવી દઈશ અને નિશ્ચિત રૂપે જ અમારું મુખ્ય લક્ષ્ય વર્લ્ડ કપ જીતવાનું છે, જેના માટે ગમે તેટલું કરવું પડે હું સંપૂર્ણ રીતે તૈયાર છું.

  • વિરાટનો ભૂતકાળ: ઉલ્લેખનીય છે કે કોહલી મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાની હેઠળ વર્ષ 2011માં વર્લ્ડ કપ જીતનારી ભારતીય ટીમનો પણ મહત્વનો ભાગ રહ્યો હતો.

Virat Kohli ODI World Cup : 50 ઓવરની રમતનું દબાણ અન્ય ફોર્મેટ કરતા ઘણું વધારે છે

નવેમ્બર મહિનામાં 38 વર્ષના થઈ રહેલા કોહલીએ 50 ઓવરના ફોર્મેટના પડકારો વિશે વાત કરતા જણાવ્યું હતું કે 50 ઓવરના વર્લ્ડ કપનો પડકાર અને રમતનું દબાણ અન્ય કોઈપણ ફોર્મેટ કરતાં ઘણું વધારે હોય છે.

  • મેચની તીવ્રતા: હવે તમારે ટી-20 સ્તરની તીવ્રતા વાળા લગભગ 10 મુકાબલા રમવાના હોય છે, પરંતુ એક દિવસમાં તમે અઢી ટી-20 મેચ બરાબર ક્રિકેટ રમી રહ્યા હોવ છો.

  • ગતિ જાળવવી મુશ્કેલ: આટલી મોટી ટૂર્નામેન્ટ અને વર્લ્ડ કપ જેવી સ્પર્ધામાં સતત 10 મેચ માટે તે જ ગતિ અને ફોર્મ જાળવી રાખવું બિલકુલ સરળ નથી હોતું.

  • વિદેશી પરિસ્થિતિઓ: આ સિવાય આગામી સમયમાં આ તમામ મહત્વની મેચો વિદેશી પરિસ્થિતિઓમાં રમાવાની છે, જે ખેલાડીઓ માટે અત્યંત પડકારજનક સાબિત થશે.

ગુજરાત બોર્ડનો મોટો નિર્ણય, ધોરણ 10 અને 12ના નાપાસ કે અનિયમિત વિદ્યાર્થીઓ માટે નવેમ્બર-ડિસેમ્બરમાં યોજાશે સ્ટેટ ઓપન સ્કૂલ પરીક્ષા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *