ગુજરાત માં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદની મહેર જોવા મળી હતી. દક્ષિણ ગુજરાતમાં વરસાદની તોફાની બેટિંગના લીધે અનેક ગામ પાણીમાં ગરકાવ જોવા મળી રહ્યા છે. પાણી ઘરમાં અને ખેતરોમાં ફરી વળ્યા છે. નવસારીમાં મુશળધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 9 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જેના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે, અંબિકા નદીમાં જળસ્તર વધતાં નદીના પાણી ધોલ ગામમાં ઘૂસ્યા છે,
છેલ્લા 24 કલાકમાં ગુજરાત માં 142 તાલુકામાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. જેમાં સૌથી વધુ દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં ખાબક્યો છે. ખેરગામ તાલુકામાં 9 ઈંચ વરસાદ ખાબક્યો છે, તો ધરમપુર અને વલસાડ તાલુકામાં 7-7 ઈંચ વરસાદથી હાહાકાર મચી ગયો છે. તાજા અપડેટ પ્રમાણે, નવસારીની અંબિકા નદીમાં વરસાદના પાણીથી ઘોડાપૂરની સ્થિતિ સર્જાઇ છે, નદીની પાણી આજુબાજુના ગામોના ઘરોમાં અને ખેતરોમાં ફરી વળ્યા છે.
બીલીમોરાથી અમલસાડના રૉડ પરનું ઘોલ ગામ હાલમાં સંપર્ક વિહોણું બન્યુ છે. અંબિકા નદીમાં ઘોડાપુરથી ઘોલ ગામ પાણી ફરી વળ્યા છે. . નદીની બાજુમાંથી ગામમાં જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થયો છે. નોંધનીય છે કે નવસારી જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 9 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે, જેના કારણે અનેક ગામો સંપર્ક વિહોણા બન્યા છે, અંબિકા નદીમાં જળસ્તર વધતાં નદીના પાણી ધોલ ગામમાં ઘૂસ્યા છે
આ પણ વાંચો- ગુજરાતના 172 તાલુકામાં વરસાદની મહેર, સૌથી વધારે વાપીમાં 7 ઇંચ વરસાદ ખાબક્યો