ઈઝરાયેલે ‘ભયાનક ભૂલ’ કરી છે: આયાતોલ્લા ખામેનીના સોશિયલ મીડિયા પરથી ચેતવણી

Iran threatens Israel

Iran threatens Israel : પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો સંઘર્ષ હવે એક અત્યંત જોખમી વળાંક પર પહોંચ્યો છે. ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતોલ્લા અલી ખામેનીના સોશિયલ એકાઉન્ટ પરથી  ઈઝરાયેલને સીધી અને ગંભીર ચેતવણી આપી છે. ખામેનીના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પરથી કરવામાં આવેલી એક પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઈઝરાયેલે ઈરાન વિરુદ્ધ કાર્યવાહી કરીને એક ‘ભયાનક ભૂલ’ કરી છે, જેની કિંમત તેને ચૂકવવી પડશે.

Iran threatens Israel : સોશિયલ મીડિયા પર ‘યુદ્ધના ભણકારા’

આયાતોલ્લા ખામેનીના સોશિયલ મીડિયા એકાઉન્ટ (X – અગાઉનું ટ્વિટર) પર હિબ્રુ ભાષામાં આ પોસ્ટ કરવામાં આવી છે, જે સીધો ઈઝરાયેલને ઉદ્દેશીને આપવામાં આવેલો સંદેશ છે. આ પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે, “ઝિઓનિસ્ટ શાસને (ઈઝરાયેલ) બહુ મોટી ભૂલ કરી છે. તેઓ ઈરાની રાષ્ટ્રની તાકાત અને ઈરાદાઓને સમજવામાં નિષ્ફળ રહ્યા છે.” આ નિવેદન બાદ સમગ્ર મધ્ય પૂર્વમાં યુદ્ધની આશંકાઓ વધુ પ્રબળ બની છે.

ઈરાન તરફથી વળતા પ્રહારની તૈયારી

રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે ખામેનીનું આ નિવેદન માત્ર શબ્દો પૂરતું સીમિત નથી, પરંતુ તે ઈરાન તરફથી મોટા વળતા પ્રહારનો સંકેત હોઈ શકે છે. ઈરાને અગાઉ પણ કહ્યું હતું કે તેઓ તેમની સાર્વભૌમત્વ પરના કોઈપણ હુમલાનો જડબાતોડ જવાબ આપશે. હવે જ્યારે સર્વોચ્ચ નેતાએ પોતે આ રીતે ચેતવણી આપી છે, ત્યારે ઈરાની સૈન્ય કોઈપણ સમયે ઈઝરાયેલ પર મિસાઈલ કે ડ્રોન હુમલા કરી શકે છે.

ઈઝરાયેલ હાઈ-એલર્ટ પર

ખામેનીની આ ધમકી બાદ ઈઝરાયેલની સેના (IDF) અને ગુપ્તચર એજન્સીઓ હાઈ-એલર્ટ પર છે. ઈઝરાયેલના સંરક્ષણ મંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈપણ પ્રકારના હુમલાનો સામનો કરવા તૈયાર છે. અમેરિકા પણ આ પરિસ્થિતિ પર બારીક નજર રાખી રહ્યું છે અને તેણે ઈઝરાયેલને સંપૂર્ણ સમર્થન આપવાની ખાતરી આપી છે.

વૈશ્વિક અસરો અને ચિંતા

આ આંતરરાષ્ટ્રીય વિવાદની અસર વિશ્વભરના શેરબજારો અને ક્રૂડ ઓઈલના ભાવ પર પડી રહી છે. યુએન (UN) અને અન્ય દેશો સતત શાંતિ જાળવવાની અપીલ કરી રહ્યા છે, પરંતુ બંને દેશો વચ્ચેની કડવાશ હવે સીધા યુદ્ધમાં પરિણમે તેવા સંજોગો દેખાઈ રહ્યા છે. જો યુદ્ધ ફાટી નીકળશે તો તેની અસર ભારત સહિત સમગ્ર એશિયાના અર્થતંત્ર પર જોવા મળશે.

આ પણ વાંચો:  ભારતે ઈરાની યુદ્ધ જહાજ ‘IRIS Lavan’ની કરી આ રીતે ખાસ મદદ!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *