Women Reservation Bill : કેન્દ્ર સરકાર દ્વારા અત્યંત મહત્વકાંક્ષી રીતે લાવવામાં આવેલું ‘મહિલા અનામત બિલ’ (131મો બંધારણીય સુધારો) લોકસભામાં પૂરતા બહુમત ન મળવાને કારણે નિષ્ફળ ગયું છે. 20 કલાકથી વધુ સમય ચાલેલી ચર્ચા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ‘અંતરાત્માના અવાજ’ પર વોટ કરવાની વિશેષ અપીલ છતાં, સરકાર આ બિલ પાસ કરાવવામાં 54 વોટથી પાછળ રહી ગઈ હતી. આ બિલ પડી જતાં સરકારે અન્ય બે સંબંધિત બિલો પણ આગળ વધાર્યા ન હતા.
Women Reservation Bill : લોકસભામાં શું બન્યું? જાણો વોટિંગનું ગણિત
કોઈપણ બંધારણીય સુધારો પસાર કરવા માટે ગૃહમાં હાજર સભ્યોના બે તૃતીયાંશ (2/3) બહુમતની જરૂર હોય છે.
આ બિલ માટે કુલ 528 વોટ પડ્યા હતા.
બિલ પાસ કરાવવા માટે સરકારને 352 વોટની જરૂર હતી.
EAM Dr S. Jaishankar tweets, “Today, we all saw the true face of Congress, TMC, DMK and Samajwadi Party. By blocking the Constitutional Amendment that would reserve one-third of seats in the Lok Sabha and State Assemblies, they have denied women their legitimate rights. The… pic.twitter.com/mkRrNe8R8t
— ANI (@ANI) April 17, 2026
lign: justify;”>પરંતુ, બિલની તરફેણમાં માત્ર 298 વોટ મળ્યા અને વિરોધમાં 230 વોટ પડ્યા.આમ, સરકાર જરૂરી આંકડા કરતા 54 વોટ પાછળ રહી ગઈ અને બિલ લોકસભામાં ધ્વસ્ત થઈ ગયું.
વિપક્ષનો શું હતો વાંધો?
વિપક્ષી દળોએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ મહિલા અનામતના વિરોધમાં નથી, પરંતુ બિલમાં જોગવાઈ કરાયેલ ‘પરિસીમન’ (Delimitation) ની શરતનો સખત વિરોધ કરી રહ્યા છે. આ મુદ્દે જ વિપક્ષે બિલની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ આ ઘટનાને ‘લોકશાહીની મોટી જીત’ ગણાવી હતી, જ્યારે રાહુલ ગાંધીએ કહ્યું કે, “ભારતે જોયું, INDIA એ અટકાવ્યું.”
ભાજપનું ઉગ્ર આક્રમણ: 18 એપ્રિલથી દેશવ્યાપી પ્રદર્શન
બિલ પડી ગયા બાદ એનડીએ (NDA) ની મહિલા સાંસદોએ સંસદના મકર દ્વાર પર ભારે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગૃહમંત્રી અમિત શાહે આ નિષ્ફળતા માટે સીધી રીતે કોંગ્રેસ, ટીએમસી (TMC) અને અન્ય વિપક્ષી દળોને જવાબદાર ઠેરવ્યા છે. શાહે ‘X’ પર પોસ્ટ કરતા કહ્યું કે, “મહિલાઓના હક સાથે રમત કરનાર વિપક્ષે આનું પરિણામ ભોગવવું પડશે. બિલ પડવા પર ઉજવણી કરવી એ નિંદનીય છે.” ભાજપે હવે આ મુદ્દે 18 એપ્રિલથી દેશવ્યાપી આંદોલન કરવાની સત્તાવાર જાહેરાત કરી દીધી છે.
આ પણ વાંચો: સંસદમાં જાતિગત વસ્તી ગણતરી અને અનામત મુદ્દે ઘમસાણ: અમિત શાહ અને અખિલેશ યાદવ વચ્ચે આમને-સામને તીખી તકરાર

