Apple Leadership Change: દુનિયાની દિગ્ગજ ટેક કંપની એપલના [Apple] સીઈઓ ટિમ કૂક [Tim Cook] 15 વર્ષની શાનદાર સેવા બાદ પોતાના પદ પરથી નિવૃત્ત થઈ રહ્યા છે. ઓગસ્ટ 2011માં સ્ટીવ જોબ્સના [Steve Jobs] ઉત્તરાધિકારી તરીકે જવાબદારી સંભાળનારા કૂક હવે 1 સપ્ટેમ્બરથી એક્ઝિક્યુટિવ ચેરમેન [Executive Chairman] તરીકે નવી ભૂમિકામાં જોવા મળશે. તેમના નેતૃત્વમાં કંપનીએ આર્થિક અને પ્રોડક્ટ એમ બંને મોરચે અભૂતપૂર્વ સફળતા હાંસલ કરી છે. તેમના કાર્યકાળમાં એપલની આવકમાં 3.8 ગણો અને માર્કેટ કેપમાં [Market Cap] 10.6 ગણો જંગી ઉછાળો નોંધાયો છે.
ટેકનોલોજીથી આગળ વધી હેલ્થ અને એન્ટરટેઈનમેન્ટમાં દબદબો (Apple Leadership Change)
કૂકના 15 વર્ષના સફરમાં એપલે માત્ર આઈફોન [iPhone] કે મેક [Mac] પર નિર્ભર રહેવાને બદલે હેલ્થ સર્વિસિસ, સ્માર્ટ વોચ [Smart Watch] અને ઈયરબડ્સ જેવા નવા ક્ષેત્રોમાં ક્રાંતિ કરી છે. વર્ષ 2015માં એપલ વોચ [Apple Watch] અને 2016માં એરપોડ્સ [AirPods] લોન્ચ કરીને કંપનીએ પર્સનલ ઓડિયો અને વિયરેબલ્સ માર્કેટમાં પ્રભુત્વ જમાવ્યું. આ ઉપરાંત 2023માં વિઝન પ્રો [Vision Pro] લોન્ચ કરીને કંપનીએ ફ્યુચરિસ્ટિક ટેકનોલોજીમાં પણ ડગ માંડ્યા છે. આજે એપલ વીડિયો સ્ટ્રીમિંગ અને ફાઈનાન્શિયલ સર્વિસિસમાં પણ મહત્વની ખેલાડી છે.
શેરબજારમાં સર્જાયો ઈતિહાસ (Surge in Market Capitalization)
ટિમ કૂકે જ્યારે કમાન સંભાળી ત્યારે એપલનું માર્કેટ કેપ 350 અબજ ડોલર હતું, જે આજે 4 ટ્રિલિયન ડોલરની [4 Trillion Dollar] સપાટીને સ્પર્શી ગયું છે. છેલ્લા 15 વર્ષમાં કંપનીના શેરમાં [Apple Shares] આશરે 2000 ટકાની તોતિંગ તેજી જોવા મળી છે. 2011માં શેરનો ભાવ 13 ડોલર હતો જે હવે 266 ડોલરને પાર કરી ગયો છે. હાલમાં એપલ માર્કેટ વેલ્યુની દ્રષ્ટિએ વિશ્વની ત્રીજી સૌથી મોટી કંપની છે, જેની આગળ માત્ર એનવીડિયા [NVIDIA] અને આલ્ફાબેટ [Alphabet] છે.
કોણ છે નવા સીઈઓ જોન ટર્નસ? (The New Successor: John Ternus)
65 વર્ષના ટિમ કૂકની જગ્યાએ હવે 50 વર્ષીય જોન ટર્નસ [John Ternus] એપલના નવા સીઈઓ [CEO] બનશે. ટર્નસ 2001થી એપલની પ્રોડક્ટ ડિઝાઈન ટીમ સાથે જોડાયેલા છે અને આઈપેડ [iPad] તથા એરપોડ્સના વિકાસમાં તેમનું મહત્વનું યોગદાન રહ્યું છે. તેઓ 2021થી હાર્ડવેર એન્જિનિયરિંગના સીનિયર વાઈસ પ્રેસિડેન્ટ [Senior Vice President] તરીકે સેવા આપી રહ્યા હતા. કૂક હવે એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે વૈશ્વિક પોલિસીમેકર્સ [Policymakers] સાથેના સંબંધો પર ધ્યાન કેન્દ્રિત કરશે.
આ પણ વાંચો: નેપાળ: પીએમ બાલેન શાહ સામે જનતાનો રોષ, ભારત બોર્ડર પર હંગામો

