Jagdish Vishwakarma Controversial Statement: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી [Local Body Elections] પૂર્ણ થયા બાદ પણ રાજકીય ગરમાવો શમવાનું નામ નથી લઈ રહ્યો. આ વખતે વિવાદનું કેન્દ્ર બન્યા છે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા [Jagdish Vishwakarma]. બનાસકાંઠામાં એક વિજય સંમેલન દરમિયાન કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર [Geniben Thakor] વિશે તેમણે કરેલી એક ટિપ્પણીએ મોટું સ્વરૂપ ધારણ કર્યું છે. આ મામલે હવે માત્ર કોંગ્રેસ જ નહીં, પરંતુ સાધુ-સંતોએ પણ મેદાનમાં આવીને ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે.
ભાજપ પ્રદેશ પ્રમુખનું વિવાદાસ્પદ સંબોધન (Jagdish Vishwakarma Controversial Statement)
બનાસકાંઠાના [Banaskantha] વિજય વિશ્વાસ સંમેલનમાં જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ નેતાઓ પર પ્રહારો કર્યા હતા. તેમણે ગેનીબેન ઠાકોર અને જીગ્નેશ મેવાણીનું [Jignesh Mevani] નામ લીધા વિના કહ્યું હતું કે, “બનાસકાંઠાની જનતાએ કોંગ્રેસના નેતાઓને એવો તમાચો માર્યો છે કે તેઓ ક્યારેય ભૂલી નહીં શકે.” તેમણે વધુમાં વિવાદાસ્પદ શબ્દપ્રયોગ કરતા કહ્યું કે, “જનતાએ ગેનીબેનની સાડીના પાલવમાંથી [Sari Pallu] આ બે બેઠકો આચકીને ભાજપને વિજય અપાવ્યો છે.”
ગેનીબેન ઠાકોરનો વળતો પ્રહાર અને ચેલેન્જ (Geniben Thakor’s Reaction and Challenge)
આ નિવેદન બાદ ગેનીબેન ઠાકોરે આકરી પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે પલ્લુ એ મહિલાની મર્યાદાની ઓળખ છે અને તેના પર ટિપ્પણી કરવી એ તમામ નારી શક્તિનું અપમાન છે. ગેનીબેને જગદીશ વિશ્વકર્માને ખુલ્લી ચેલેન્જ આપતા જણાવ્યું કે, “જો પ્રદેશ પ્રમુખને આટલું જ અભિમાન હોય તો 2027ની વિધાનસભા ચૂંટણીમાં [Gujarat Assembly Election 2027] બનાસકાંઠામાંથી મારી સામે લડી બતાવે, તેમનું પાણી મપાઈ જશે.”
સાધુ-સંતો અને સામાજિક અગ્રણીઓમાં રોષ (Reaction from Saints and Social Leaders)
આ વિવાદમાં હવે ધાર્મિક જગત પણ કૂદી પડ્યું છે. ભારતી આશ્રમના [Bharti Ashram] ઋષિ ભારતી બાપુએ [Rishi Bharti Bapu] આ નિવેદનને અસંસ્કારી ગણાવ્યું છે. તેમણે કહ્યું કે મહિલાના પાલવ સુધી હાથ નાખવાની વાત કરવી એ અત્યંત નીચલી કક્ષાની માનસિકતા છે. કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોર [Amrutji Thakor] અને ઠાકરશી રબારીએ [Thakarshi Rabari] પણ આ નિવેદન બદલ માફીની માંગણી કરી છે. સત્તાના નશામાં નારી શક્તિનું અપમાન ગુજરાતની જનતા સહન નહીં કરે તેવો સૂર ઉઠ્યો છે.
આ પણ વાંચો: રાજકોટમાં હિટસ્ટ્રોકથી 2 મોત: 44 ડિગ્રી ગરમીમાં લૂનો કહેર

