ભક્તોની જીત: ડાકોર મંદિરમાં મનોરથ અને ધ્વજારોહણના દરમાં કરાયેલો વધારો મોકૂફ, વિરોધ બાદ ટ્રસ્ટે લીધો નિર્ણય

RanchhodraijiTemple

RanchhodraijiTemple : યાત્રાધામ ડાકોર સ્થિત સુપ્રસિદ્ધ શ્રી રણછોડરાયજી મંદિર ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં વિવિધ મનોરથો અને ધ્વજારોહણના દરોમાં કરવામાં આવેલા તોતિંગ વધારાને લઈને સર્જાયેલા વિવાદમાં ભક્તોની જીત થઈ છે. સ્થાનિક સેવકો, ભક્તો અને વેપારીઓના ભારે વિરોધ બાદ મંદિર કમિટીએ આ ભાવવધારો હાલ પૂરતો મોકૂફ રાખવાનો મહત્વનો નિર્ણય લીધો છે.

RanchhodraijiTemple ધ્વજારોહણના દરમાં ૪ ગણો વધારો કરાયો હતો

મંદિર કમિટીએ શિખર પર ચઢાવવામાં આવતી પરંપરાગત ધ્વજાના દરમાં સીધો ૪ ગણો વધારો કર્યો હતો. અગાઉ ધ્વજારોહણ માટે ₹600 લેવામાં આવતા હતા, જે વધારીને ₹2500 કરી દેવાયા હતા. આ ઉપરાંત, કેરી મનોરથ, કુંજ મનોરથ અને તુલસી વિવાહ જેવા વિવિધ ધાર્મિક મનોરથોની ન્યોછાવર રકમમાં પણ ધરખમ વધારો ઝીંકાયો હતો.

ચોમેરથી થયો વિરોધ અને રોષ

આ ભાવવધારાની જાહેરાત થતા જ સોશિયલ મીડિયાથી લઈને ડાકોરના સ્થાનિક બજારો સુધી વિરોધનો સૂર ઉઠ્યો હતો. સેવકો અને ભક્તોનું કહેવું હતું કે, ભગવાનના દરબારમાં આ પ્રકારનો આર્થિક બોજ ભક્તોની શ્રદ્ધા પર પ્રહાર સમાન છે. વિવાદ વકરતા અને આસ્થાને ઠેસ પહોંચતા જોઈને મંદિર કમિટીએ તાત્કાલિક બેઠક બોલાવી હતી .

નોંધનીય છે કે યાત્રાધામ ડાકોર સ્થિત સુપ્રસિદ્ધ શ્રી રણછોડરાયજી મંદિર ટ્રસ્ટ દ્વારા તાજેતરમાં વિવિધ મનોરથો અને ધ્વજારોહણના દરોમાં કરવામાં આવેલા તોતિંગ વધારાને લઈને સર્જાયેલા વિવાદમાં ભક્તોની જીત થઈ છે. સ્થાનિક સેવકો, ભક્તો અને વેપારીઓના ભારે વિરોધ બાદ મંદિર કમિટીએ આ ભાવવધારો હાલ પૂરતો મોકૂફ રાખવાનો મહત્વનો નિર્ણય લીધો છે.

આ ભાવવધારાની જાહેરાત થતા જ સોશિયલ મીડિયાથી લઈને ડાકોરના સ્થાનિક બજારો સુધી વિરોધનો સૂર ઉઠ્યો હતો. સેવકો અને ભક્તોનું કહેવું હતું કે, ભગવાનના દરબારમાં આ પ્રકારનો આર્થિક બોજ ભક્તોની શ્રદ્ધા પર પ્રહાર સમાન છે. વિવાદ વકરતા અને આસ્થાને ઠેસ પહોંચતા જોઈને મંદિર કમિટીએ તાત્કાલિક બેઠક બોલાવી હતી.

આ પણ વાંચો: ડાકોર મંદિર: શ્રી રણછોડરાયજી મંદિર ટ્રસ્ટ દ્વારા મનોરથોની ન્યોછાવર રકમમાં મોટો વધારો કરાયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *