Nirav Patel US Prison Appeal વિદેશમાં જઈને સુખી થવાના સપના જોતા ગુજરાતીઓ માટે વધુ એક લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. અમેરિકાના વૃદ્ધો સાથે છેતરપિંડી કરવાના આરોપમાં 12 વર્ષની જેલની સજા કાપી રહેલા અમદાવાદના નારણપુરાના 44 વર્ષીય નીરવ પટેલે ભારત સરકાર પાસે રાજદ્વારી હસ્તક્ષેપ અને કાયદાકીય સહાયની ગુહાર લગાવી છે. ઈલિનોઈસની જેલમાં બંધ નીરવે દાવો કર્યો છે કે તે નિર્દોષ છે અને તેને તેના જ સંબંધીએ મોટું રેકેટ ચલાવવા માટે પ્યાદા તરીકે વાપર્યો છે.
Nirav Patel US Prison Appeal કોલ સેન્ટર રેકેટ અને છેતરપિંડીનો આક્ષેપ (The Scam Details)
અમેરિકી કોર્ટના રેકોર્ડ મુજબ, નીરવ પટેલને જૂન 2025માં વૃદ્ધો સાથે છેતરપિંડી કરવાના કેસમાં સજા ફટકારવામાં આવી હતી. નીરવે વડાપ્રધાન કાર્યાલય (PMO) અને વિદેશ મંત્રાલયને પત્ર લખી આક્ષેપ કર્યો છે કે, આ આખા કૌભાંડનો માસ્ટરમાઈન્ડ તેનો જ સંબંધી દિનેશ ઉર્ફે ભોલા (ડેની પટેલ) છે. દિનેશ અમદાવાદના નારણપુરા ગામમાંથી રાજકીય આશ્રય હેઠળ સંગઠિત કોલ સેન્ટર રેકેટ ચલાવતો હોવાનો નીરવે ગંભીર આક્ષેપ કર્યો છે.
માત્ર 400 ડોલર માટે બલિનો બકરો બન્યો (The Trap)
નીરવે પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે, ત્રણ વખત વિઝા રિજેક્ટ થયા બાદ તે વિઝિટર વિઝા પર અમેરિકા ગયો હતો. ત્યાં ટેક્સી ચલાવતા નીરવને તેના સંબંધીએ સોનાના બિસ્કિટ કલેક્ટ કરવાનું કામ સોંપ્યું હતું. નીરવને વિશ્વાસ અપાયો હતો કે આ કાયદેસરના દસ્તાવેજો અને પેમેન્ટનું કલેક્શન છે. માત્ર 400 ડોલરની સામાન્ય રકમ આપીને તેને આ કામમાં જોતરવામાં આવ્યો હતો, જ્યાં ફેડરલ એજન્સીઓએ તેની ધરપકડ કરી લીધી હતી.
પરિવારની દયનીય સ્થિતિ (Family Crisis
જેલના સળિયા પાછળથી પોતાની વ્યથા ઠાલવતા નીરવે લખ્યું કે, તેની ગેરહાજરીમાં સારવારના અભાવે માતાનું અવસાન થયું અને તે અંતિમ સંસ્કારમાં પણ હાજર રહી શક્યો નહીં. તેના 80 વર્ષીય પિતા ફ્રેક્ચર હોવા છતાં ગુજરાન ચલાવવા માટે આજે પણ રિક્ષા ચલાવે છે અને બાળકોનો અભ્યાસ પણ છૂટી ગયો છે. નીરવે વોશિંગ્ટન અને શિકાગો સ્થિત ભારતીય દૂતાવાસ દ્વારા કાયદાકીય અને માનવીય સહાય મળે તેવી આજીજી કરી છે.

