બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેના પર BLA નો ભીષણ હુમલો: પાકિસ્તાની સેનાના મેજર સહિત અનેક સૈનિકો ઠાર

BLA Attack Pakistan Army પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતમાં સશસ્ત્ર જૂથ બલૂચ લિબરેશન આર્મી (BLA) એ પાકિસ્તાની સેનાના કાફલાને નિશાન બનાવીને મોટો હુમલો કર્યો છે. આ ભીષણ હુમલામાં પાકિસ્તાની સેનાના એક મેજર રેન્કના અધિકારી સહિત અનેક સૈનિકોના મોત થયા હોવાના અહેવાલ છે. ટાઈમ્સ નાઉ નવભારતના અહેવાલ મુજબ, BLA એ આ હુમલાની જવાબદારી સ્વીકારી છે અને તેને પાકિસ્તાની સેના પરનો અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો ગણાવ્યો છે.

BLA Attack Pakistan Army મોટો કર્યો હુમલો

માહિતી અનુસાર, પાકિસ્તાની સેનાનો કાફલો જ્યારે બલૂચિસ્તાનના દુર્ગમ વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે BLA ના લડાયકોએ પહેલાથી જ ઘાત લગાવીને બેઠા હતા.

પ્રચંડ વિસ્ફોટ અને ગોળીબાર: આતંકીઓએ આધુનિક હથિયારો અને વિસ્ફોટકોનો ઉપયોગ કરીને સેનાના વાહનોને નિશાન બનાવ્યા હતા.

મેજરનું મોત: આ હુમલામાં પાકિસ્તાની સેનાના એક મેજરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય કેટલાક સૈનિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.

BLA નો દાવો: BLA દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં દાવો કરવામાં આવ્યો છે કે આ હુમલો બલૂચિસ્તાનની આઝાદી માટેના સંઘર્ષનો એક ભાગ છે અને તેઓ પાકિસ્તાની સેનાને આ વિસ્તાર છોડવા માટે મજબૂર કરસે

હુમલા બાદ પાકિસ્તાની સેનાએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લીધો છે અને હેલિકોપ્ટરની મદદથી સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. જોકે, પહાડી વિસ્તાર હોવાથી આતંકીઓ હુમલો કરીને સુરક્ષિત સ્થળે ભાગી જવામાં સફળ રહ્યા હતા. પાકિસ્તાન સરકાર અને સેના તરફથી હજુ સુધી આ જાનહાની અંગે કોઈ સત્તાવાર આંકડો જારી કરવામાં આવ્યો નથી, પરંતુ સ્થાનિક સૂત્રો દ્વારા મોટી જાનહાનીની પુષ્ટિ કરવામાં આવી છે.

બલૂચિસ્તાનમાં વધતી હિંસા

છેલ્લા કેટલાક સમયથી બલૂચિસ્તાનમાં પાકિસ્તાની સેના અને ચીની પ્રોજેક્ટ્સ પર BLA ના હુમલાઓમાં નોંધપાત્ર વધારો થયો છે. BLA નું કહેવું છે કે પાકિસ્તાન સરકાર બલૂચિસ્તાનના કુદરતી સંસાધનોની લૂંટ કરી રહી છે અને સ્થાનિક લોકો પર અત્યાચાર ગુજારી રહી છે.

આ પણ વાંચો: રાજકોટ-ચોટીલા હાઈવે અકસ્માત: બસમાં આગ લાગતા 4 મુસાફરો જીવતા ભૂંજાયા , 10 ઈજાગ્રસ્ત

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *