Vadodara Auto Rickshaw Strike: રાજ્યમાં ઓટોરિક્ષાના [Auto Rickshaw] ભાડાં વધારા અને સરકારી નીતિઓને લઈને ફરી એકવાર વિવાદ ઉગ્ર બન્યો છે. વડોદરામાં ઓટોરિક્ષા ડ્રાઇવર યુનિયન [Auto Rickshaw Driver Union] દ્વારા સરકાર સામે મોરચો માંડીને સણસણતો સવાલ કરવામાં આવ્યો છે કે, જો રાજ્યમાં અન્ય તમામ સેવાઓ અને વ્યવસાય સાથે જોડાયેલા લોકો પોતાનું મહેનતાણું જાતે નક્કી કરી શકતા હોય, તો માત્ર રીક્ષાના ભાડાં જ સરકાર કેમ નક્કી કરે છે? આ મુદ્દે યુનિયને સમાનતાના અધિકારના ભંગનો આક્ષેપ કરીને કાયમી ઉકેલ ન આવવા પર ગાંધી ચિંધ્યા માર્ગે અસહકાર આંદોલન [Non-cooperation Movement] શરૂ કરવાની ઉગ્ર ચીમકી ઉચ્ચારી છે.
Vadodara Auto Rickshaw Strike કાયદાનો અમલ માત્ર રીક્ષા ચાલકો પર જ કેમ?
યુનિયનના પ્રતિનિધિઓએ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, મોટર વ્હીકલ એક્ટની [Motor Vehicle Act] કલમ 67 મુજબ પરમિટ [Permit] ધરાવતા એટલે કે પીળી નંબર પ્લેટવાળા તમામ વાહનોના ભાડાં સરકાર દ્વારા નક્કી થવા જોઈએ. રાજ્યમાં સ્કૂલ રીક્ષા, સ્કૂલ વાન, બાઈક, ટેક્સી, બસ, લક્ઝરી, ટ્રક, એમ્બ્યુલન્સ, ડોક્ટર કે વકીલ સહિતના વ્યવસાયિકો પોતાનું ભાડું કે મહેનતાણું જાતે નક્કી કરે છે, તો પછી વર્ષોથી આ કાયદાનો કડક અમલ માત્ર રીક્ષા ચાલકો ઉપર જ કેમ કરવામાં આવી રહ્યો છે? યુનિયનનું કહેવું છે કે સરકારની આ બેવડી નીતિ ભારતીય બંધારણના [Indian Constitution] આર્ટિકલ-14 એટલે કે સમાનતાના અધિકારનું [Right to Equality] સીધું ઉલ્લંઘન કરે છે.
સીએનજીના ભાવ વધતા આર્થિક બોજ વધ્યો [CNG Price Hike]
રીક્ષા ચાલકોની સૌથી મોટી પીડા એ છે કે, સીએનજીના [CNG] ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે, જેના કારણે તેમના પર આર્થિક બોજ વધી રહ્યો છે. ડ્રાઇવરોએ જણાવ્યું હતું કે, “સરકાર આજે ભાડું વધારી આપે અને બીજા જ દિવસે ફરી સીએનજીના ભાવ વધી જાય તો શું અમારે ફરી સરકાર પાસે ભીખ માંગવી પડે? અમને અમારો અધિકાર અને સ્વતંત્રતા [Freedom] મળવી જોઈએ.” વધતી મોંઘવારીને ધ્યાનમાં રાખીને યુનિયને ભાડાં નક્કી કરવાની સ્વતંત્રતા આપવાની માંગ કરી છે અને આ પ્રશ્નના કાયમી ઉકેલ માટે આરપારની લડાઈ લડવાનું એલાન કર્યું છે.

