Big Breaking:ગુજરાતમાં હાઈ એલર્ટ: CM ઓફિસ, AMC અને RSS કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી

Gujarat Bomb Threat Email ગુજરાતના શાસન, વહીવટી તંત્ર અને મુખ્ય સંગઠનોના કેન્દ્રોને નિશાન બનાવતો એક અત્યંત સનસનીખેજ અને ચિંતાજનક કિસ્સો સામે આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી (CM) ની ઓફિસ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની કચેરી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના કાર્યાલયને બોમ્બ બ્લાસ્ટથી ઉડાવી દેવાની ભયાનક ધમકી મળી છે. આ ધમકીઓ કોઈ અજ્ઞાત તત્વો દ્વારા અલગ-અલગ ઈ-મેલ આઈડી પરથી મોકલવામાં આવી છે. ધમકીભર્યા મેઈલ મળતા જ સમગ્ર રાજ્યના પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ છે અને તમામ સંવેદનશીલ સ્થળો પર સુરક્ષા વ્યવસ્થા ચુસ્ત કરી દેવાઈ છે.

Gujarat Bomb Threat Email હાઈ એલર્ટ પર સુરક્ષા તંત્ર: બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સર્ચ ઓપરેશન

આ અલગ-અલગ ઈ-મેલ ધમકીઓ સત્તાવાર રીતે મળતા જ ગાંધીનગર અને અમદાવાદ પોલીસ તંત્ર તાત્કાલિક હરકતમાં આવી ગયું છે. ગાંધીનગર સચિવાલય સ્થિત સીએમ ઓફિસ, અમદાવાદના દાણાપીઠ વિસ્તારમાં આવેલી એએમસીની મુખ્ય કચેરી અને આરએસએસના કાર્યાલય ખાતે બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ (BDDS), ક્વાઇક રિસ્પોન્સ ટીમ (QRT) અને એન્ટી-સેબોટેજ યુનિટની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ છે. પોલીસ અને ડોગ સ્ક્વોડની મદદથી કચેરીઓના દરેક ખૂણે-ખૂણા, પાર્કિંગ એરિયા અને શંકાસ્પદ વસ્તુઓનું ઝીણવટભર્યું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. જનતા અને સ્ટાફની સુરક્ષાને ધ્યાનમાં રાખીને તકેદારીના તમામ પગલાં લેવામાં આવ્યા છે.

સાયબર ક્રાઈમ એક્ટિવ: ઈ-મેલ ક્યાંથી આવ્યા તેની તપાસ શરૂ [Cyber Crime Investigation on Threat Mail]

આ ધમકીભર્યા મેઈલ પાછળ કોઈ આતંકી સંગઠન, અસામાજિક તત્વો કે પછી માત્ર અફવા ફેલાવવાનો (Hoax Mail) ઈરાદો છે કે કેમ તેની તપાસ અમદાવાદ અને ગાંધીનગર સાયબર ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. ટેકનિકલ ટીમો દ્વારા ઈ-મેલ કયા સર્વર, આઈપી એડ્રેસ (IP Address) કે વીપીએન (VPN) નો ઉપયોગ કરીને મોકલવામાં આવ્યા છે તેને ટ્રેસ કરવાની કોશિશ કરવામાં આવી રહી છે.

ઉલ્લેખનીય છે કે, ચાલુ વર્ષે જાન્યુઆરી ૨૦૨૬ માં પણ અમદાવાદની અનેક પ્રતિષ્ઠિત શાળાઓને ખાલિસ્તાની કનેક્શન ધરાવતા આવા જ ફેક બોમ્બ મેઈલ મળ્યા હતા, જેને પગલે પોલીસ આ મામલાને સહેજ પણ હળવાશથી લઈ રહી નથી અને કડક કાનૂની કાર્યવાહી કરવા તરફ આગળ વધી રહી છે.

આ પણ વાંચો: સુરતમાં કોણે તોડ્યા ગરીબોના ઘર? નાસીર નગર ભૂતિયા ડિમોલિશન મામલે તપાસ કમિટીની રચના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *