Gujarat ATS arrests JeM terror અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાના પવિત્ર પ્રસંગ પૂર્વે ગુજરાત પોલીસ અને સુરક્ષા એજન્સીઓ અત્યંત સાવધ છે, ત્યારે ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) ને મોટી સફળતા મળી છે. ગુજરાત એટીએસ દ્વારા એક સંયુક્ત ઓપરેશન હાથ ધરીને પાકિસ્તાન સ્થિત પ્રતિબંધિત આતંકવાદી સંગઠન ‘જૈશ-એ-મોહમ્મદ’ (JeM) સાથે સંકળાયેલા આઠ જેટલા શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. આ ઓપરેશન ગુજરાત અને મધ્યપ્રદેશના સરહદી વિસ્તારોમાં ચલાવવામાં આવ્યું હતું, જેના દ્વારા આ આતંકી નેટવર્કનો મોટો પર્દાફાશ થયો છે.
Eight accused associated with the proscribed terror organisation Jaish-e-Mohammed (JeM) arrested from various districts of Gujarat and Madhya Pradesh. They were actively working on behalf of Jaish-e-Mohammed to set up an active network in the state of Gujarat to further its… pic.twitter.com/69J5WRWVKN
— ANI (@ANI) July 3, 2026
Gujarat ATS arrests JeM terror : સોશિયલ મીડિયા દ્વારા આતંકી પ્રવૃત્તિનું ષડયંત્ર
પ્રાથમિક તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, આ તમામ આરોપીઓ ડિજિટલ માધ્યમો અને વિવિધ સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને સરહદ પાર બેઠેલા હેન્ડલર્સના સતત સંપર્કમાં હતા. તેઓ સ્થાનિક સ્તરે યુવાનોનું બ્રેઈનવોશ કરીને એક આખું સ્લીપર સેલ ઊભું કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. દેશની રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન પહોંચાડવા અને કોઈ મોટી આતંકી ઘટનાને અંજામ આપે તે પહેલા જ ગુજરાત એટીએસની ટીમે આતંકી મોડ્યુલને તોડી પાડ્યું છે. હાલ સુરક્ષા એજન્સીઓ દ્વારા તમામ આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે, જેમાં આગામી દિવસોમાં વધુ મોટા ખુલાસા થવાની પૂરેપૂરી સંભાવના છે.
ધરપકડ કરાયેલા આરોપીઓની યાદી
ગુજરાત એટીએસ દ્વારા ગુજરાત અને મધ્યપ્રદેશના વિવિધ જિલ્લાઓમાંથી જે આઠ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, તેમના નામ નીચે મુજબ છે: ૧. અહમદ અબ્દુલ્લા ગાઝીવાલા ૨. ઇબ્રાહિમ મોહમ્મદ હુસૈન ઘઘા ૩. મુદસ્સીર અબ્દુલ્લા ગાઝીવાલા ૪. ઝકરિયા દુરાની મોહમ્મદ અમ્માર ઘઘા ૫. મુફ્તી ફૌજાન ઇસ્માઇલ દૌવા ૬. મોહમ્મદ અબ્દુલ રહેમાન સવદી ૭. બિલાલ મોહમ્મદ અમ્માર ઘઘા ૮. મોહમ્મદ અમીલ શેરા
કાયદાકીય કાર્યવાહી
ગુજરાત એટીએસના જણાવ્યા અનુસાર, આ આરોપીઓ જૈશ-એ-મોહમ્મદ વતી સક્રિય રીતે કામ કરી રહ્યા હતા જેથી ગુજરાતમાં આતંકવાદી પ્રવૃત્તિઓને પ્રોત્સાહન આપી શકાય. આ ગંભીર ગુના બદલ તમામ ૮ આરોપીઓ સામે UAPA (Unlawful Activities Prevention Act) ની કલમ ૧૩, ૧૭, ૧૮, ૩૮, ૩૯ અને BNS ની કલમ ૧૪૮ તથા ૬૧ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: Vice Chancellor Jagdish Joshi : ગુજરાત યુનિવર્સિટીના નવા કાર્યકારી કુલપતિ તરીકે પ્રો. જગદીશ જોશીની નિમણૂક

